આણંદ શહેર સહીત જિલ્લાના ડોકટરો હડતાલમાં જાેડાયા
(પ્રતિનિધિ) આણંદ, પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી હડતાલના કરેલા એલાનના પગલે આણંદ શહેર સહીત જીલ્લાના ડોકટરો જાડાયા હતા. સવારે ૧૦ વાગે ટાઉનહોલ ખાતે ડોકટરો એકત્રિત થઈ પોતાના માથે પાટા વીંટીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ૧૦ થી ૧ વાગ્યા સુધી ધરણા કર્યા હતા
આ પ્રસંગે ઈન્ડીયન મેડીકલ એસો.ના આણંદના પ્રમુખ ડોકટર સુજલ જાષીએ જણાવ્યું કે આણંદ શહેરના ૩પ૦ તથા જિલ્લાના ૧ર૦૦થી વધુ ડોકટરો હડતાલમાં જાાડાયા હતા. કમીટીના સભ્ય ડો. શૈલેષ શાહે જણાવ્યું કે એક રાજકીય પક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે કે એસો. ચોકકસ પક્ષના હાથા તરીકે કાર્ય કરે છે તે આક્ષેપ ખોટો છે ધરણા બાદ ડોકટરોએ એક વિશાળ રેલી કાઢી હતી શહેરના વિવિધ માર્ગે ફરી હતી જયારે કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પીટલે તમામ ડોકટર્સ, વિદ્યાર્થી અને કર્મચારીઓએ કાળા કપડા પહેરી હાજર રહયા હતા.*