અમદાવાદમાં મેટ્રો રેલથી પ્રદુષણમાં ઘટાડો થશેઃ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી
અમદાવાદ, 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ કોમર્શિયલ ઓપરેશન માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જિકા) દ્વારા આંશિક ભંડોળ પૂરું પાડવામાં આવેલા અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જે ઉત્તર- દક્ષિણ કોરિડોરમાં 18.9 કિ.મી. અને પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં 19.8 કિ.મી.ની છે, જેનું ઉદ્દઘાટન ભારતના માનનિય વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું છે.
તેની શરૂઆત ભારતનના માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દૂરદર્શન કેન્દ્ર સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી. શ્રી કોકુગો ક્યોકો, મિનિસ્ટર (ઇકોનોમિક અને ડેવલોપમેન્ટ), જાપાન એમ્બેસી પણ અન્ય મહાનુભાવોની સાથે આ ઉદ્ઘાટનમાં જોડાયા હતા.
જિકા ઇન્ડિયાથી શ્રી સાઇતો, મિત્સુનોરી, ચીફ રિપ્રેઝેન્ટેટિવ અને શ્રી સરિન વિનીત, ચીફ ડેવલોપમેન્ટ સ્પેશિયાલિસ્ટએ પણ આ ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. શ્રી મોદીએ દૂરદર્શન કેન્દ્ર સ્ટેશનથી કાળુપુર મેટ્રો સ્ટેશનની વચ્ચે મેટ્રોની એક સવારી પણ કરી હતી.
આ પ્રસંગે શ્રી કાવાઝુ, કુનિહિકો, ચાર્જ ધ અફેર્સ એડ ઇન્ટરીમ, એમ્બેસી ઓફ જાપાન કહે છે, “પ્રોજેક્ટના સફળતાપૂર્વક પૂરા કર્યા બદલ અમે ધન્યવાદ આપીએ છીએ અને આ ઉદ્ઘાટન વિધીએ ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ નિમિતે યોજવામાં આવી હતી.
ઝડપી વસ્તી વધારો અને આર્થિક પ્રવૃતિને લીધે ભીડની સમસ્યા અને ભીડને લીધે પ્રદુષણએ શહેરો માટેની મુખ્ય ચિંતાનો વિષય છે. અમદાવાદ મેટ્રોએ શહેરના વાહનવ્યવહારનો વધુ એક વૈકલ્પિક પસંદગી પૂરી પડા છે અને તે ભીડ અને પ્રદુષણને ઓછી કરશે. મેટ્રોએ સારી રીતે આયોજન કર્યું છે, કે તે શહેરનું એક સંગઠિત શહેરી વાહનવ્યવહારનો એક હિસ્સો બની જશે. વધુમાં તે આગામી આર્થિક વિકાસમાં પણ અપેક્ષીત ફાળો આપશે અને અમદાવાદના આર્થિક વિકાસમાં પણ ફાળો આપશે.”
આ પહેલ વિશે જણાવતા, શ્રી સાઇતો, મિત્સુનોરી, ચીફ રિપ્રેઝેન્ટેટિવ, જિકા, ઇન્ડિયા ઓફિસ કહે છે, “જિકા માટે આ એક ગર્વની વાત છે, કે તેને અમને ગુજરાતમાં 1લા મેટ્રો પ્રોજેક્ટમાં સહકાર આપ્યો, જે રાષ્ટ્રના વિકાસમાં વેગ આપશે. જિકાએ ભારતને તેની સામાજિક-આર્થિક વિકાસના લક્ષ્યાંકમાં આગળ વધવામાં મદદ કરે છે અને આ મેટ્રો રેલ સિસ્ટમ નેટવર્ક પણ આનું જ એક ઉદાહરણ છે.
જિકા ભારતમાં પરિવહન પ્રણાલીને સુધારવાની ભારત સરકારની યોજનાઓ સાથે પોતાને સંરેખિત કરે છે. ખાસ તો, અમદાવાદએ એક જાણીતું સ્માર્ટ સિટી છે, અને અમને ખુશી છે કે, વાહનવ્યવહારના વિવિધ વિકલ્પની સાથે આ પ્રોજેક્ટએ સ્માર્ટ સિટીના વિકાસમાં સારો ફાળો આપશે. ભારતના સૌથી મોટા દ્વિપક્ષિય દાતા તરીકે જિકાએ ભારતને તેના દરેક ક્ષેત્રમાં ટેકનિકલ કોર્પોરેશન, કોન્સેશનલ લોન પ્રોવિશન્સ દ્વારા એડવાન્સ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તે નાણાકીય ફાળો આપી અને ભારત તથા જાપાન વચ્ચેના જોડાણને મજબુત બનાવશે.”
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે જિકાએ ઓડીએ લોન્સને કુલ 1,12,793 મિલિયન જાપાનીઝ યેન (લગભગ રૂ. 20,000 કરોડ) સુધી વધારી છે. અમદાવાદ મેટ્રોની સમગ્ર લાઈનમાં ઉત્તર- દક્ષિણ કોરિડોર 18.9 કિ.મી. અને પૂર્વ-પશ્ચિમ કોરિડોર 21.2 કિ.મી.ની છે.
જે સમગ્ર કેન્દ્રિય બિઝનેસ વિસ્તાર, રહેણાંક વિસ્તાર અને શૈક્ષણિક વિસ્તાર સહિતમાંથી નિકળે છે. જિકાએ અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ સિસ્ટમ વિકસાવીને ટ્રાફિકની સ્થિતિને ઘટાડીને ઓટોમોબાઈલ પ્રદુષણમાં ઘટાડવા અને ગુજરાત રાજ્યમાં શહેરી વાતાવરણમાં સુધારો કરવા માટે તેને ટેકો આપ્યો છે.