નડિયાદ રેલ્વે સ્ટેશનને રિઝર્વેશન માટે માત્ર એક જ બારી ખુલતી હોય મુસાફરો મુશ્કેલીમાં

(પ્રતિનીધિ)નડિયાદ, નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલા રિઝર્વેશન ઓફિસમાં માત્ર એક જ બારી ખુલ્લી હોય રેલવેના મુસાફરોને ભારે મુશ્કેલીમાં મુકાવું પડે છે ખાસ કરીને તત્કાલ ટિકિટ લેવા ઈચ્છતા લોકોને એક જ બારી હોય લાંબી લાઈન પડી જતી હોય રિઝર્વેશન મળતું નથી જેને કારણે મુસાફરોની હાલત કફોડી બની છે. બંને બારીઓમાં ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
નડિયાદ રેલવે સ્ટેશન જંકશન રેલ્વે સ્ટેશન છે રોજના હજારો મુસાફરો રેલવેની મુસાફરી કરે છે અહીંયા રિઝર્વેશન ઓફિસ છે વર્ષોથી આ ઓફિસમાં બે બારીઓ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી માત્ર એક જ બારી ખોલવામાં આવે છે જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાય રહ્યા છે હાલમાં દિવાળીના તહેવારો નજીકમાં છે.
ત્યારે પોતાના વતન કે અન્ય સ્થળે ફરવા જવા ઈચ્છતા લોકો ટિકિટ રિઝર્વેશન કરાવવા માટે આ ઓફિસમાં આવે છે પરંતુ માત્ર એક બારી ખુલ્લી હોય લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડે છે મુસાફરો રોષ પૂર્વક જણાવે છે કે મોટા ભાગે એક જ બારી ખુલ્લી હોય લાંબી લાઈનો પડી જતી હોય તો તત્કાલ ટિકિટ મળતી નથી જાે બે બારી ખોલવામાં આવે તો ઓનલાઇન તત્કાલ ટિકિટ મુસાફરોને મળી શકે પણ રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટાફ શોર્ટેજના કારણે માત્ર એક બારી ખોલવામાં આવે છે.
ઘણી વખત સ્ટાફ હાજર હોય ત્યારે બીજી બારી ખુલે છે પરંતુ મોટેભાગે છેલ્લા ઘણા દિવસથી એક જ બારી ખુલતી હોવાનું મુસાફરો રોષ પૂર્વક જણાવી રહ્યા છે નડિયાદ રેલવે સ્ટેશનને રિઝર્વેશન માટે બંને બારીઓ નિયમિત ખુલે તેવી મુસાફરોની માંગ છે.