પાયલોટીંગ કાર સાથે નારોલમાં પ્રવેશેલી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશનઃ બુટલેગરની મોડસ ઓપરેન્ડીથી અધિકારીઓ ચોંકી ઉઠયાઃ ૭૦ બોરીઓમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ રૂપિયા સત્તર લાખનો માલ મળી આવ્યો |
(પ્રતિનિધિ) અમદાવાદ : રાજયમાં તંત્ર દ્વારા દારૂ- જુગારની પ્રવૃતિઓ વિરૂધ્ધ કડક પગલાં લેવાના આદેશ અપાયા બાદ સ્થાનિક પોલીસ, વિજીલન્સ ઉપરાંત ક્રાઈમબ્રાંચ સહીતની એજન્સીઓ અસામાજીક પ્રવૃતિઓ વિરૂધ્ધ લાલ આંખ કરી છે તંત્રની સૂચના બાદ કાર્યવાહી વધારી દેતા દરોડાની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે
જેના પરીણામે ગણતરીના દિવસોમાં જ અસંખ્ય ગુનેગારોની અટક કરી મુદ્દામાલ જપ્તી બાદ તમામને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે. તેમ છતાં બુટલેગરો દ્વારા અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી શહેરમાં દારૂ ઘુસાડવામાં આવી રહયો છે આ પરિÂસ્થતિ વચ્ચે સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ કેટલાક કિસ્સાઓમાં સવાલો ઉઠી રહયા છે
જાકે પોલીસતંત્રની અન્ય એજન્સીઓ સક્રિય હોવાથી આવા બુટલેગરો સંકજામાં આવી જાય છે. શહેરના નારોલ વિસ્તારમાં વિદેશી દારૂની પેટીઓ (truck with piloting car entered in ahmedabad) ભરેલી ટ્રકને સફળતાપૂર્વક શહેરમાં ઘુસાડયા બાદ પાઈલોટીંગ કાર સાથે તેને લાવવામાં આવી રહી હતી
ત્યારે જ અમદાવાદ ક્રાઈમબ્રાંચના (Crime branch officers in ahmedabad) અધિકારીઓએ વોચ ગોઠવી ટ્રક અને તેની સાથેના વાહનો જપ્ત કરી કુલ રૂ.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સમગ્ર ષડયંત્રથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
ક્રાઈમબ્રાંચની એક ટીમ નરોડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ વખતે એસપી રીંગ રોડ દહેગામ સર્કલ તરફથી દારૂ ભરેલી ટ્રક આવવાની બાતમી મળી હતી. આ માહીતીને આધારે ક્રાઈમબ્રાંચની ટીમ નરોડા- દહેગામ રોડ ઉપર સ્મશાન ચાર રસ્તાથી થોડે દુર જીઈબીની ઓફીસ આગળ ગોઠવાઈ ગઈ હતી એ વખતે સાડા ત્રણ વાગ્યાના સુમારે પ્રથમ એક સફેદ કાર આવી હતી જે દારૂ ભરેલા ટ્રકનું પાયલોટીંગ કરતી હતી.
બાદમાં ટ્રક આવતા ક્રાઈમબ્રાંચની ટીમે ઓલ્ટો કાર તથા ટ્રક બંનેને રોક્યા હતા. કારમાંથી બે શખ્સો તથા ટ્રકમાંથી ડ્રાઈવર તથા કંડકટરને ઉતારી પુછપરછ કરતાં ચારેયના નામ અનુક્રમે (૧) જીતેન્દ્ર મહેન્દ્રસીંગ રાઠોડ (ઉ.વ.૩પ) સુજાનગઢ રાજસ્થાન (ર) રાજેન્દ્ર રૂપસિંગ રાઠોડ (ઉ.વ.૩૮) રાજસ્થાન (૩) ટ્રક ડ્રાઈવર અસરફઅલી અકબરઅલી મન્સુરી (ઉ.વ.૪પ) રામપુર. યુપી તથા અલીમહોમદ અલવી (ઉ.વ.૩પ) યુએસનગર ઉતરાખંડ હોવાનું જાણવા મળ્યું હતું ચારેયની પ્રાથમિક પુછપરછ બાદ ટ્રકની તપાસ કરતા પ્લાસ્ટીકની બોરીઓમાં ભુસુ ભરેલું મળી આવ્યું હતું જાકે ઉંડી તપાસ કરતા બોરીઓની આડમાં વિદેશી દારૂની પેટીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
૭૦ બોરીઓમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ રૂપિયા સત્તર લાખનો માલ મળી આવ્યો હતો. ઉપરાંત કાર, ટ્રક તથા અન્ય મુદ્દામાલ સહીત તેર લાખ રૂપિયાની મત્તા જપ્ત કરી હતી. કડક પુછપરછ કરતં પાયલોટીંગ કરતી કારના ચાલક રાજેન્દ્રસિંગે આ જથ્થો હરીયાણા ભીવાણીના સુરેન્દ્ર ચૌધરીએ અંબાલાની પાસે આવેલા એક ઢાબા પરથી ભરી આપ્યો હતો અને સમગ્ર જથ્થો રાજેન્દ્રસિંગ પોતાના મિત્ર સીપી (રાજસ્થાન)ના કહેવાથી અમદાવાદ કોઈના ત્યાં ડિલીવર કરવા માટે આવ્યો હતો. જાકે સીપીએ દારૂનો જથ્થો મેળવનારનું નામ કે સરનામું તેને આપ્યુ નહતું.
ક્રાઈમબ્રાંચની ટીમે ચારેયની વધુ પુછપરછ માટે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જયારે રાજસ્થાનના સીપી તથા હરીયાણાના સુરીન્દરને ઝડપી લેવા માટે ટીમો રવાના કરી છે ઉપરાંત અમદાવાદમાં દારૂ કોને પહોંચાડવાનો હતો એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.