વિરપુરના કોયડમ ગામની આયુર્વેદિક કોલેજ ખાતે વિધાર્થિનીઓએ પરંપરાગત ડ્રેસ પહેરીને ગરબાની રમઝટ માણી
(પ્રતિનિધિ) વિરપુર, નવરાત્રિ એટલે માતાજીના આરાધનાનું પર્વ ગુજરાતની સંસ્કૃતિની પરંપરામાં નવરાત્રિનું અનેરું મહત્વ છે. ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં બહેનો દીકરીઓ ગરબા રમીને માતાજીની આરાધના કરતા હોય છે. આ પર્વમાં નાના બાળકોથી લઈને વડીલોમાં અનેરો ઉત્સાહ હોય છે, આ ઉપરાંત આજનો યુવા વર્ગ ગરબા રમીને માતાજીની આરાધના કરતા હોય છે.
આ નવરાત્રિ દરમિયાન પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબાની રમઝટ બોલાવતા હોય છે મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયડમ ગામે આવેલ શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધન્વંતરિ આયુર્વેદિક કોલેજ ખાતે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે વર્ષથી કોરોનાની મહામારી કારણે ગરબાનું આયોજન ન હતું થયું પરંતુ આ વર્ષે નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને ગૂજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને પોતાની ક્લાનું પ્રદર્શન કરે છે.
ધન્વંતરિ કોલેજના વિદ્યાર્થીઓ ગરબામાં ઉત્સાહ ભેર ભાગ લીધો અને બધા વિધાર્થીઓએ પોતાની આગવી કલા બતાવી ગરબા રમ્યા ગ્રૂપ ડાન્સ, સોલો ડાન્સ, પણ કર્યા અને કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ પણ ખુશી વ્યક્ત કરી આ નવરાત્રિ મહોત્સવમાં વિવિધ થીમ આધારિત વિધાર્થિનીઓ અલગ અલગ પરંપરાગત ડ્રેસ પહેરીને ગરબાની રમઝટ સાથે ઉજવણી કરી હતી.