માતા-પિતાએ આઈફોન ન લઈ આપતાં યુવતીએ આત્મહત્યા કરી લીધી
નાગપુર, સોશ્યલ મીડિયાનાં જમાનામાં કેટલીક સરખામણી યુવાનોની માનસિક શાંતી છીનવી લે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના નાગપુરમાં બની હતી. આ ચોંકાવનારી ઘટનામાં એક યુવતીએ માં-બાપ દ્વારા આઈફોન ન લઇ આપવાનાં કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ સ્થાનીક લોકોમાં ચકચાર જગાવી હતી. તો નવી પેઢી અને સોશ્યલ મીડિયા સહીતના વળગણ મુદ્દે વિચારપ્રેરક કિસ્સો બન્યો છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં હિંગના વિસ્તારની યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાતનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે યુવતીને આઈફોન ખરીદવો હતો અને પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે માં-બાપ ખરીદી શક્યા નહોતા.
જાે કે તેમણે યુવતીને વાયદો કર્યો હતો કે તને જરૂર આઈફોન લઇ આપીશું પણ યુવતીને લાગ્યું કે તેણીના માતાપિતા જાણી જાેઈને મોડુ કરી રહ્યા છે કારણ કે તેઓ નથી ખરીદી આપવા માંગતા. શુક્રવારે સાંજે તેણીએ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
માતા પિતા ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને પરિવારની સ્થિતિ એટલી બધી સારી નથી છતાં માતા પિતાએ દીકરીની માંગણી પુરી કરવાનો વાયદો કર્યો હતો.
તાજેતરમાં દિલ્હીમાં પણ આઈફોનના કારણે જ હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં દિલ્હીનાં જામિયા નગરમાં અબ્દુલ્લા નામના ૧૬ વર્ષીય યુવકની આઈફોન માટે હત્યા કરી દેવામાં આવી હતી.
આ પ્રકારની ઘટનાઓ સોશ્યલ મીડિયાનો પ્રભાવ, મોંઘી મોંઘી વસ્તુઓ માટે યુવાનોની ઘેલછા વગેરે તરફ સમાજનું ધ્યાન દોરે છે. યુવાનો સરખામણી કરવા પર ઉતરી આવે છે જેના કારણે આખરે આત્મહત્યા જેવું પગલું લેવા તરફ ધસી જાય છે.SS1MS