તારક મહેતા…ની એક્ટ્રેસ અનાયા સોનીની કિડની ફેઈલ
મુંબઈ, ટીવી સીરિયલ ‘મેરે સાંઈ’ની એક્ટ્રેસ અનાયા સોની શૂટિંગ દરમિયાન બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ‘ઈશ્ક મેં મરજાવાં’ સીરિયલમાં પણ દેખાયેલી અનાયાની બંને કિડની ફેઈલ થઈ ગઈ છે અને હાલ તે ડાયાલિસીસ પર છે.
અનાયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્થિતિ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, તેનું સેરેટાઈન વધી ગયું છે અને હાલ હોસ્પિટલમાં તેનું ડાયાલિસીસ ચાલી રહ્યું છે. અનાયાની સ્થિતિ સ્થિર થશે પછી તે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અપ્લાય કરશે.
પોતાની સ્થિતિ વિશે માહિતી આપતાં અનાયાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “ડૉક્ટરો કહે છે કે, મારી કિડની ફેઈલ થઈ ગઈ છે અને મારે ડાયાલિસીસ કરાવું પડશે. મારું સેરેટાઈન ૧૫.૭૬ થયું છે અને હિમોગ્લોબિન ૬.૭ છે. હું સોમવારે અંધેરી ઈસ્ટ હોસ્પિટલમાં દાખલ થવાની છું. મારા માટે પ્રાર્થના કરજાે. જિંદગી મારા માટે સરળ નથી રહી પરંતુ હાલની ક્ષણને માણીને જીવી રહી છું.
પરંતુ મને ખબર છે સમય આવશે અને આ પણ પસાર થઈ જશે. જલ્દી હું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવીશ. ડાયાલિસીસ પછી તેના માટે અપ્લાય કરીશ.”
અનાયાના પિતાએ પણ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમની દીકરીને વહેલામાં વહેલી તકે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, ટ્રાન્સપ્લાન્ટ માટે તેમની પાસે રૂપિયા નથી અને આ ખર્ચ કઈ રીતે ઉઠાવશે તે સમજાતું નથી.SS1MS