દેવ.બારીઆ તાલુકાની બિલીયા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) દે.બારીયા, બિલીયા પ્રાથમિક શાળા ખાતે આજ શાળાના ભૂતપૂર્વ વિધાથીઁ પટેલ અનિલકુમાર સોનાભાઇ કે જેઓ હાલ સર્વોદય કોલેજ ઓફ એજ્યુકેશન પીગળી-કાલોલ ખાતે બી એડ.નો અભ્યાસ કરી રહેલ હોય અભ્યાસક્રમના ભાગ રૂપે ઇન્ટરશીપનુ ખૂબ મહત્ત્વ હોય છેલ્લા ત્રણ માસ થી નિયમિત શાળામા આવી બાળકોને શિક્ષણ આપી તથા પોતે પણ શિક્ષણના નિત નવા અભિગમો થી વાકેફ થઈ રહ્યા છે.
શિક્ષણના મહત્ત્વના દફતરી કામની સાથે સાથે બાળકોના અભ્યાસને લગતા પ્રગતિ અહેવાલોના જરૃરી પત્રકોની નિભાવીણી,શાળાકક્ષાએ કાર્યરત SMC ની કામગીરી , વાલી સંમેલન,બાળમેળામા બાળકો વાલીઓની સામેલગીરી, એકમ કસોટી અને તેનુ મૂલ્યાંકન , ઑન લાઈન ડેટા એન્ટ્રી વિગેરે …જેવી કામગીરીની જાણકારી મેળવી તેમા સહભાગી થઇ અનુભવજન્ય જ્ઞાન મેળવ્યુ છે.
જેમના અભ્યાસના ભાવ રૃપે શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા શાળાના ધોરણ ૪ થી ૮ ના બાળકોએ ઉમળકા થી ભાગ લઈ તેમની વિવિધ કૃતિઓ પ્રદર્શીત કરી હતી બાળકોએ ભજવેલ નાટકો તથા ગીતો નો આનંદ માણવા ગામ માથી મોટી સંખ્યા મા ગ્રામજનો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પે.સેન્ટર કાળીડુગરી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઇ ઠાકોર તાલીમાર્થી ભાઈશ્રી અનિલભાઇ ને તેઓ શિક્ષણમા ખૂબ પ્રગતિ કરી આગળ વધો તેવા આશીર્વાદ આપ્યા હતા.
સાથે જ પધારેલા દાહોદ જિલ્લા શૈક્ષણિક સંધના મહામંત્રી શ્રી નિતેશભાઇ પટેલ આ વિસ્તારમા શિક્ષણ ક્ષેત્રે થયેલ પ્રગતિ થી સૌને વાકેફ કરી હજી આપણે ઘણુ કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી. તાલીમાર્થી ભાઇએ લીધેલ વિવિધ કસોટીમા પ્રથમ આવેલ બાળકોને ઇનામ વિતરણ કરવામા આવ્યુ હતુ. તો સામે પક્ષે શળા પરિવારે પણ તાલીમાર્થી ભાઇના સેવા કાર્ય ને બિરદાવી સ્ટેન્ડિંગ પંખાની ભેટ આપી શુભકામના પાઠવી હતી.