અમદાવાદ શહેર કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા શહેરમાં યોજાયા “ જન સંવાદ ”

અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી અંતર્ગત અમદાવાદ શહેર કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા શહેર માં વિવિધ જગ્યાએ મહીલાઓ. નાના દુકાનદારો. શ્રમજીવિઓ સાથે જ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીના ચેરમેન દીપક બાબરીયાજી અને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી ના કન્વિનર આરીફ રાજપૂત હાજર રહી આવનાર ૨૦૨ર વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસનો મેનીફેસ્ટો બનાવવા માટે તેમના સુચનો અને મુદ્દાઓ લીધેલ અને કોંગ્રેસ નો સંકલ્પ કોંગ્રેસ માટે તો જનતા જ સરકાર ૮૮ બોલો સરકાર ૨ અંગે માહિતી આપેલ આ કાર્યક્રમ માં નટુભાઈ પરમાર, તુષાર સુતરીયા, કોર્પોરેટર કામીનીબેન ઝા, નકુલ તોમર, ઉર્મિલાબેન, તારાબેન પુર્વ કોર્પોરેટર કમરૂદીન પઠાન વિગેરે આગેવાનો હાજર રહેલ.