અંજારમાં આઠમા નોરતે એક ઈંચ વરસાદ વરસતા ખૈલેયાઓ નિરાશ

પ્રતિકાત્મક
(એજન્સી)અંજાર, અંજાર શહેરમાં સાંજના સમયે અનરાધાર પડેલા વરસાદથી એક ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. દિવસ દરમ્યાન ભારે ગરમી બાદ વરસાદ વરસતા શહેરના બસ સ્ટેશન , મહાદેવ નગર અને માલા શેરીમાં જાેશભેર પાણી વહી નિકળ્યા હતા.
નવરાત્રિની આઠમે દિવસના સમયે અનરાધાર વરસાદથી મંડપ વાળી મોટાભાગની ગરબીમાં પાણીના કારણે અસર પહોંચી હતી. આસો માસમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આસો માસમાં વિના આગાહીએ આજે સોમવારે અંજાર અને આદિપુર વિસ્તારમાં વરસાદ પડતાં અષાઢી માહોલ સર્જાયો હતો.
તેમાં અંજાર શહેરમાં એકધારા પડેલા વરસાદથી એકાદ ઇંચ પાણી પડી ગયું હતું. અને લોકો ભીંજાઈ ગયા હતા. મુખ્ય બજારમાં દુકાન બહાર રાખેલી સામગ્રી વેપારીઓ તાબડતોબ દુકાન અંદર લેતાં નજરે ચડ્યા હતા.