Western Times News

Gujarati News

સુરતથી ઉજ્જૈન, પ્રયાગરાજ, બનારસ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ

રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ રજાઓમાં બનારસ માટે સુપરફાસ્ટ સમર વીકલી સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) ચલાવવાનો નિર્ણય કર્યો છે.

આ ટ્રેન પૂર્વોત્તર રેલવે દ્વારા ઉધના (ગુજરાત) અને બનારસ (ઉત્તર પ્રદેશ) વચ્ચે ચલાવવામાં આવશે. આ ટ્રેન 04 ઓકટોબરના દિવસે ઉધનાથી સવારે 10.00 કલાકે શરૂ થઈ હતી. શ્રીમતિ દર્શના જરદોશે ઉધના સ્ટેશનથી લીલી ઝંડી આપી ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો.  આ ટ્રેન શરુ થવાથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા રેલવે મુસાફરોને ઘણો ફાયદો થશે.

MOSR Smt. Darshana Jardosh flagged off the inaugural run of Udhna – Banaras Weekly Superfast Express in a function held at Udhna today. This new service will enhance connectivity of Textile City of Gujarat to pilgrimage centres of Ujjain, Prayagraj & Banaras.

આ ટ્રેન દક્ષિણ ગુજરાતના સુરતના ઉધના સ્ટેશનથી નિકળી ઉજ્જૈન, પ્રયાગરાજ, બનારસ જશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.