ઐશ્વર્યા રાયે દીકરી સાથે જોઈ પોન્નિયિન સેલ્વન ૧

મુંબઈ, મણિરત્નમની મલ્ટીસ્ટારર ફિલ્મ પોન્નિયિન સેલ્વન ૧ રિલીઝ થઈ ગઈ છે અને તેને દર્શકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જેની અસર બોક્સઓફિસ કલેક્શન પર પણ જાેવા મળી રહી છે.
ઘણા વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કરનારી ઐશ્વર્યા રાય આ ફિલ્મમાં રાણી નંદિનીના પાત્રમાં છે, જે પોતાના અભિનય માટે વાહવાહી લૂંટી રહી છે. હાલમાં જ ચૈન્નઈમાં ટીમના પરિવારના સભ્યો માટે સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
સ્ક્રીનિંગમાં સિમ્પલ ડેનિમ શર્ટ અને બ્લેક પેન્ટમાં એક્ટ્રેસ ગોર્જિયસ લાગતી હતી, તેનું ટીમ અને તેમના પરિવાર સાથેનું બોન્ડિંગ આંખે ઉડીને વળગે તેવું હતું. તેણે મણિરત્નમ અને તેમની પત્ની સાથે પણ ફોટો ક્લિક કરાવ્યો હતો. તો બીજી તરફ આરાધ્યા પિંક ટીશર્ટ, બ્લેક જેકેટ અને ડેનિમમાં આવી હતી તેણે પણ ટીમના લોકો સાથે વાતચીત કરી હતી.
ઈન્ટરનેટ પર સામે આવેલા ગ્રુપ ફોટોમાં તમામ એક ફ્રેમમાં જાેવા મળી રહ્યા છે. મણિરત્નમને પત્ની સુહાસિની, ઐશ્વર્યા રાય, આરાધ્યા બચ્ચન, ચિયાન વિક્રમ, કાર્થી, જયમ રવી તેમજ વિક્રમ પ્રભુ સાથે કેમેરા સામે પોઝ આપતા જાેઈ શકાય છે. આ સિવાય એક વીડિયો પર સામે આવ્યો છે, જેમાં આરાધ્યા મમ્મી ઐશ્વર્યા અને ત્રિશાની વચ્ચે બેઠેલી જાેવા મળી.
વીડિયોમાં ઐશ્વર્યા સતત વિક્રમ સાથે વાતો કરતી દેખાઈ. એક ઈન્ટરવ્યૂમાં મણિરત્નમ વિશે વાત કરતાં ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે, ‘મેં મારી પહેલી ફિલ્મ મણિરત્નમ સર સાથે કરી હતી, જેઓ મારા ગુરુ છે. એક્ટર તરીકે મારી જર્નીની શરૂઆત તેમની સાથે કરવા મળી તે માટે ધન્યતા અનુભવુ છું’.
ઐશ્વર્યાએ આ સિવાય દીકરી આરાધ્યાને સેટ પર આવવાની તક મળી હોવાથી તે કેટલી ખુશ થઈ હતી તેના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘તેને મને સેટ પર મળવાની તક મળી હતી. તેની આંખોમાં ખુશી જાેઈ શકાતી હતી.
આરાધ્યાને ખબર છે કે હું મણિરત્નમ સરનો આદર કરું છું. જ્યારે તે સેટ પર આવી ત્યારે સરે તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને પ્રેમ દર્શાવ્યો હતો. જણાવી દઈએ કે, પોન્નિયિન સેલ્વન ૧ કલ્કી કૃષ્ણામૂર્તિએ આ જ નામથી લખેલા પુસ્તક પર બની છે.SS1MS