Western Times News

Gujarati News

મેટ્રો કોચ ઉપર ચિતરામણ કરનારા ઈટાલિયન નાગરિકો રીઢા ટીખળખોર

અમદાવાદ, એપરેલ પાર્ક સ્ટેશન પર મેટ્રોના કોચ પર ચિતરામણ કરનારા ચાર ઈટાલિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે આ ચારેયને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાંઆવ્યા હતા અને હવે તેમની કસ્ટડી મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.

હાલ આ ચારેય જ્યુડિશયલ કસ્ટડીમાં છે. આ ચારેયની કસ્ટડી લેવા માટે મુંબઈ પોલીસ રવિવારે અમદાવાદ આવી હતી. આ ચારની ઓળખ ટોર્ટોરેટોનો કુદિની જનલુકા (૨૪), મોન્તે સન વાતોનો બાલદો સાસા (૨૯), સ્પોલ્તોરેનો સ્તેરિનેરિયેરી ડેનિયલે (૨૧) અને ગ્રોત્તમમારેનો કેપેચી પાવલો તરીકે થઈ છે. તેમણે મેટ્રોના કોચ પર TAS’ લખ્યું હતું.

“મુંબઈ પોલીસ સપ્ટેમ્બરના એક ચિતરામણ કેસની તપાસ ચલાવી રહી છે. મુંબઈ મેટ્રોના કોચ પર પણ આ જ ચાર ઈટાલિયન શખ્સોએ ચિતરામણ કર્યું હતું કે બીજા કોઈએ તે અંગે મુંબઈ પોલીસ હજી સ્પષ્ટ નથી. મુંબઈ પોલીસ ટ્રાન્સફર વોરંટ થકી આ ચારેયની કસ્ટડી લેશે”, તેમ અમદાવાદ પોલીસે જણાવ્યું.

મુંબઈ પોલીસે આપેલી બાતમીને આધારે પાલડીમાં આવેલા કોઠાવાલા ફ્લેટમાંથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને શહેર ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસને બાતમી મળી હતી કે, આ ચારેયે પીએમ મોદીની અમદાવાદ મુલાકાત પહેલા મેટ્રો સ્ટેશનની રેકી કરી હતી. જાેકે, બાદમાં ખુલાસો થયો કે, આ ચારેયે મજા માટે મેટ્રોના કોચ પર ચિતરામણ કર્યું હતું.

આશંકા છે કે આ ગ્રેફિટી આર્ટિસ્ટોની કોચીમાં બનેલી આ જ પ્રકારની ઘટનામાં સંડોવણી ધરાવે છે. કોચીમાં તેમણે મેટ્રોના કોચ પર ‘સ્પ્લેશ’ અને ‘બર્ન’ સ્પ્રે-પેઈન્ટથી લખ્યું હતું. કથિત રીતે આ લોકોની સંડોવણી દિલ્હી, જયપુર અને મુંબઈમાં થયેલા આ પ્રકારના ચિતરામણમાં છે.

સીસીટીવી ફૂટેજમાં ચાર શખ્સો મેટ્રો કોચ પર ચિતરામણ કરતાં કેદ થયા હતા જે બાદ મેટ્રો સ્ટેશનના સિક્યુરિટી મેનેજર જગત મકવાણાએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ચારેય સામે IPCની કલમ ૪૪૭ ((ગેરકાયદેસર ઘૂસણખોરી), ૪૨૭ (તોફાન કરીને ૫૦ રૂપિયાનું નુકસાન કરવું) અને ૩૪ (એકસમાન ઈરાદા સાથે અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલું કૃત્ય) અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.