શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી ખાતે નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન

(પ્રતિનિધિ)ગોધરા. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી ગોધરા ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ ડીપાર્ટમેન્ટના કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ નવરાત્રી મહોત્સવમાં હર્ષભેર ભાગ લઈને નવરાત્રીની ઉજવણી કરાઇ હતી.
વિદ્યાર્થીઓં દ્વારા ગરબા કરી માતાજીને ભક્તિ અર્પણ કરવામાં આવી હતી.યુનિવર્સિટી ખાતે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રતાપસિહ ચૌહાણ અને ઈઝ્ર મેમ્બર, ડીપાર્ટમેન્ટના કો-ઓડીનેટર ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સમગ્ર આયોજન શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કેમ્પસમાં સવારે ૧૦ થી ૧૨ કલાકે કરવામાં આવ્યું હતું.