એએઆઈ થી સજ્જ પોતાની પ્રકારનું પ્રથમ એચપીવી ક્લિનિક
અમદાવાદ, વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ એનએસવી ઈંક. દ્વારા વિકસિત અને માર્કેટિંગ કરાયેલ કોલપોસ્કોપને અનુરિકા વેલનેસ ઇનિશિયેટિવ્સ અને રેડિયન્સ હોસ્પિટલ્સ દ્વારા આપના માટે લાવવામાં આવી રહ્યું છે. આ સાથે સંભવિત રીતે ભારતના પ્રથમ એચપીવી ક્લિનિકની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી.
કોલપોસ્કોપ અને એચપીવી ક્લિનિક વિશે અનુરિકા એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. અંજના ચૌહાણ, વિજય કુમાર સેદાની, વીએનએસ ઇંકના ફાઉન્ડર અને સીઇઓ સોમ પાઠક અને રેડિયન્સ હોસ્પિટલ્સના ફાઉન્ડર ડિરેક્ટર ડૉ. અપૂર્વ વ્યાસે વિસ્તૃત માહિતી આપી હતી.
એચપીવી શું છે તેના વિશે માહિતી આપતા અનુરિકા એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. અંજના ચૌહાણે જણાવ્યું હતુ કે એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ. આ એક ખતરનાક વાયરસ છે, જે મનુષ્યને અસર કરે છે. તે એસિમ્પટમેટિક (લક્ષણ વિનાનું) અને સાયલન્ટ કિલર છે.
અહીં કુલ ૧૫ પ્રકારની સ્ટ્રેંડ્સ છે, જે કાર્સિનોજેનિક પ્રકાર છે, જે પુરૂષો અને સ્ત્રીઓમાં વિવિધ કેન્સરનું કારણ બને છે.
હાઈ-રિસ્ક ટાયપ – અસામાન્ય પેપ ટેસ્ટનું કારણ બને છે અને સ્ત્રીઓમાં સર્વિક્સ, વલ્વા, યોનિ અને પુરૂષોમાં ગુદા અથવા લિંગ કેન્સર તરફ દોરી જાય છે. “લો-રિસ્ક” ટાયપ – હળવા પેપ ટેસ્ટ અસાધારણતા અને જનનાંગ મસાઓ છે.
૨૦થી ૩૦ વર્ષની વયના જૂથ વચ્ચે એચપીવીનો પ્રસાર લગભગ ૬૦%થી વધુ છે. એચપીવી ટાયપ ૧૬ અને ૧૮ સર્વાઇકલ કેન્સરના ૭૦% માટે જવાબદાર છે, સીઆઇએન ૨ અને સીઆઇએન ૩ જેવા સર્વિક્સના તમામ પૂર્વ આક્રમક જખમમાંથી ૫૦%-૬૦% અને સીઆઇએન ૧ જખમ માટે ૨૫% જવાબદાર છે. એચપીવી ટાયપ ૬ અને ૧૧ પુરૂષો અને સ્ત્રીઓ બંનેમાં ૯૦% જનનાંગ મસાઓ માટે જવાબદાર છે.