ખાદી ખરીદીમાં ૩૦ ટકા વળતરને કારણે ખાદી ખરીદવા ધસારો
વડોદરા, બીજી ઓક્ટોબરના રોજ પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે ખાદીને પ્રોત્સાહન મળે તે માટે ખાદી ખરીદી પર વળતર જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે રાવપુરાના કોઠી વિસ્તાર સ્થિત ખાદી ગ્રામ ભંડારમાં ખાદી ખરીદી માટે ઘસારો જોવા મળી રહ્યો છે.
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને પદાધિકારીઓ એ ખાદી ખરીદીને ગ્રામોદ્યોગ કારીગરો ના આર્થિક સશકિતકરણ અને ભારતની ખાદી થી સામાન્ય જનની આબાદીનો સંદેશ આપ્યો હતો.
ખાદી ગ્રામઉદ્યોગના મેનેજરશ્રી રાકેશ પટેલના જણાવ્યા મુજબ વિશ્વમાં ખાદીની ઓળખ આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીએ આપી છે ગુજરાત સરકારે પૂજ્ય બાપુની જન્મ જયંતિ નિમિત્તે ખાદી પર ૩૦ ટકા અને અન્ય રાજ્યોની ખાદી પર ૧૫ ટકા વળતર આપવાનું જાહેર કર્યું છે.
ખાદીને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાદી ખરીદીથી સ્વ સહાય જૂથો ને રોજગારી મળી રહે છે. નાના કુટુંબોને પણ સ્વદેશી ખાદી ખરીદી કરવાથી મદદ મળી રહે અને તેઓના જીવન નિર્વાહ ચાલે છે. પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ થી તા.૩૧ ડિસેમ્બર સુધી ખાદી ખરીદી પર વળતર મળશે.