ગરબામાં પથ્થરમારો કરનારા યુવકોના ઘર પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યા

પ્રતિકાત્મક
મંદસૌર, મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના સુરજની ગામમાં પ્રશાસને ત્રણ મુસ્લિમ યુવકોના ઘર પર બુલડોઝર ફેરવી દીધા હતા. જેની કિંમત લગભગ ૩ કરોડ ૫૦ લાખ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે, જે લોકોના ઘરને તોડવામાં આવ્યા છે, તે હાલમાં જ ગામમાં એક ગરબા પંડાલ પર કથિત રીતે પથ્થરબાજી કરવાના આરોપી છે. આ કેસમાં પોલીસે ૨૦ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાંથી અમુકની ધરપકડ થઈ છે અને મોટા ભાગના લોકો ફરાર હોવાનું કહેવાય છે.
એક રિપોર્ટ અનુસાર, જે લોકોના ઘર પાડવામાં આવ્યા છે, તેમના નામ ઝફર, રઈસ, અને સલમાન છે. તેમાંથી સલમાન ખાન ઘટનાનો મુખ્ય આરોપી છે. પ્રશાસને દાવો કર્યો છે કે, આ લોકોએ ગેરકાયદેસર રીતે ગ્રામસભાની જમીન પર ઘર બનાવ્યા હતા. જેના કારણે તેમના ઘર પાડી દેવામાં આવ્યા હતાં.
અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ગત રવિવારે ૨ ઓક્ટોબરની રાતે આ ઘટના થઈ હતી. જેમાં કથિત રીતે સલમાન ખાન નામના શખ્સે ગરબાના આયોજનકર્તા શિવલાલ પાટીદાર અને સરપંચ મહેશ પર જીવલેણ હુમલો કર્યો હતો.
બાદમાં સલમાન અને તેમના સાથીઓને કથિત રીતે પંડાલમાં પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલીય મહિલાઓ ઘાયલ થઈ હતી. મહેશ પાટીદાર અને શિવલાલ હાલમાં હોસ્પિટલમાં ભરતી છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.SS1MS