400 થી વધુ આરાધકોએ ઉપદ્યાન તપમાં વિધિવત પ્રવેશ મેળવ્યો

શ્રી સાબરમતી મહાવિદેહ નગરીમાં 400 થી વધુ આરાધકોએ ઉપદ્યાન તપમાં વિધિવત પ્રવેશ મેળવ્યો. ભારતની પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિ ને ઉજાગર કરતી આ નગરીમાં આરાધના કરવાનો ઉત્સાહ જોરદાર.
અન્ન સુરક્ષાના સંદેશ સાથે તમામ તપસ્વીઓ એકાંતરે ઉપવાસ કરશે. દરરોજ 100 ખમાસણા અને 100 લોગસ્સનો કાઉસગ્ગ કરશે. A.C., પંખા, લાઈટનો ઉપયોગ નહિ, વાહનનો ત્યાગ, મોબાઈલનો ત્યાગ, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધી 47 દિવસ માટે સાધુ જેવુ જીવન જીવશે.
શ્રી અમદાવાદ-સાબરમતીના સંગાથ IPL ગ્રાઉન્ડમાં પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિ ને યાદ અપાવતી દેવનગરીતુલ્ય મહાવિદેહ નગરીમાં સુરિ-પ્રેમ-ભુવાનભાનુ-જિતેન્દ્રસૂરિના પટ્ટધર પૂજ્ય 451 દીક્ષાદાનેશ્વરી આચારશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીર્વાદથી તેઓશ્રીના આજીવન
ચરણોપાસક શ્રમણીગણનાયક આચાર્યશ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. આદિ 200 સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શ્રી ગુણ-રશ્મિ પરિવાર દ્વારા આયોજિત ભવ્યાતિભવ્ય ઉપધાન તપ નો પ્રારંભ તા. 5 ઓકટોબરથી થયો. પૂજ્ય રશ્મિરત્નસૂરિજીએ કહ્યું કે 400 થી વધુ આરાધક ભાઈ-બહેનો 47 દિવસની આરાધનામાં જોડાયા.
48 કલાકમાં એક ટંક ભોજન સાથે વિશ્વશાંતિ માટે આરાધકો 4 કરોડથી વધુ નવકાર મંત્રનો જાપ કરશે. લાભાર્થી ગુરુભક્તોનો ઉત્સાહ જોઈ ભારતના વિવિધ પ્રાંતોમાંથી 6 વર્ષથી 70 વર્ષના આરાધકોમાં સૌથી વધુ યુવક-યુવતીઓ છે.
ઉપધાન માટે જે વિરાટ મહાવિદેહ નગરી ઉભી કરવામાં આવી છે. એને ભારતના પ્રાચીન ગામડાનું રૂપ આપવામાં આવ્યું છે. જેનાથી જનતાને Eco Friendly જીવન શૈલીનો અને પર્યાવરણ રક્ષાનો સંદેશ મળે.
મહાવિદેહ નગરીમા સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ગુરુ ગૌતમ નગરી અને આર્ય ચંદનબાળ નગરી, ક્રિયા અને પ્રવચન માટે દીક્ષા દાનેશ્વરી વિરતી વાટિકા, નિવી માટે જયણા મંગલ વાટિકા, સ્વાગત કક્ષ જાગૃતિ ક્ષેત્ર આદિ વિવિધ પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા છે.
જીનાયતનમાં પ્રભુ શાંતિનાથ અને દીક્ષા દાનેશ્વરી ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.નું હંગામી ગુરુ મંદિર પણ રહેશે. ઉપધાન આરાધક ભાઈ-બહેનો માટે પણ નગરીઓ ઉભી કરવામાં આવી છે.