દાભેલ સોમનાથમાં ફૂડ ફોર હંગર એ.ટી.એમ.નો શુભારંભ
(પ્રતિનિધિ)વલસાડ, દમણ-દીવ સમાજ કલ્યાણ વિભાગનાં સચિવ સંદિપકુમાર સિંહના માર્ગદર્શનમાં ઉપ સચિવ શ્રી હરમિન્દર સિંહના દિશા-નિર્દેશમાં બાળ સંરક્ષણ સેવા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુપોષણ મુક્ત અભિયાનને સાર્થક બનાવવા માટે દમણ જિલ્લાના અન્નદાતાઓને પ્રોત્સાહિત કરી સંયુક્ત પ્રયાસોથી દમણના ભૂખ્યાજનોની જઠરાગ્નિને ઠારવા નાની દમણ સોમનાથનાં હોટલ ગ્રાન્ડ હેરિટેજમાં ફૂડ ફોર હંગર એ.ટી.એમ.નો શુભારંભ કરવામાં આવ્યો છે.
બાળ સંરક્ષણ સેવા કાર્યક્રમ અધિકારી શ્રી સંજીવકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણ-દીવ પ્રદેશને કુપોષણ મુક્ત બનાવવાનો છે. જેથી ગરીબ અને જરૂરીયાતમંદોને મફતમાં ભોજન મળી શકે અને આ ફૂડ એટીએમમાંથી કોઈપણ ગરીબ અને જરૂરિાયતમંદ વ્યક્તિને ફૂટ પેકેટની જરૂરિયાત હશે તો તે વિના સંકોચે ભોજન કરી શકે.
બાળ સંરક્ષણ વિભાગ દ્વારા આર્થિક સહયોગ આપનારી હોટલ ગ્રાન્ડ હેરીટેજનાં શ્રી ચિરાગ પટેલ, હોટલ રોયલ ગાર્ડનનાં શ્રી યતીસ પટેલ, હની ગાર્ડનના શ્રી ધર્મેશ પટેલ, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટના શ્રી મુકુન્દ પાટીલ, ટીમ પ્લાઝા રેસ્ટોરન્ટનાં શ્રી અલિ બિરાન હાજીનો આભાર વ્યક્ત કર્યાે હતો અને આ અભિયાનને આગળ પણ જારી રાખવા પ્રોત્સાહિત કર્યા હતાં.*