ગાંધીનગર મહાનગરપાલિકાની નવનિર્મિત કચેરીમાં મેયરે પૂજા કરી પ્રવેશ કર્યો

વિજયાદશમી એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.
ધર્મનો અધર્મ પર અને સત્યનો અસત્ય પર વિજયના આજના આ શુભ દિવસે ગાંધીનગર મહાનગરપાલિકાની નવનિર્મિત કચેરીમાં મેયર હિતેશભાઇ મકવાણા, તથા ડે. મેયર અને સ્ટે. ચેરમેન એ વિધિસર પૂજા કરી પ્રવેશ કર્યો. આ નવનિર્મિત ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં નગરજનો ને વધુ સરળતાથી અને ઝડપી સુવિધાઓ પ્રાપ્ત થશે.