મેક્સિકોના સિટી હૉલમાં ગોળીબાર, મેયર સહિત ૧૮ લોકોના મોત
મેક્સિકો, મેક્સિકોમાં ફરી એક વાર ખૂની સંઘર્ષ જાેવા મળ્યો છે. મેક્સિકોના સૈન મેગુલ ટોટોલેપનમાં આવેલ સિટી હોલમાં બદમાશોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. ગોળીબારની ઘટનામાં લગભગ ૧૮ લોકોના મોત થયા છે. મરનારા લોકોમાં મેયર પણ સામેલ છે.
જ્યારે આ ગોળીબાર થયો તો, સિટી હોલ અને તેની આજૂબાજૂમાં અફરાતફરી મચી ગઈ હતી. જાે કે, કહેવાય છે કે, આ ગોળીબારમાં મરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ ઘટના પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. ગોળીબારની ઘટનાના સમયે સિટી હોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
બુધવારે સાંજે થયેલી આ ગોળીબારની ઘટનામાં બદમાશોએ ખતરનાક હથિયારોનો ઉપયોગ કર્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં સિટી હોલમાં મોટી સંખ્યામાં લોહીથી લથબથ લાશો પડી દેખાય છે. તેની સાથે જ ઈમારતમાં અંધાધૂંધ ગોળીઓ બાદ જે રીતે કાણા પડેલા છે, તે પણ જાેઈ શકાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, કહેવાય છે કે, ઘટનામાં મરનારા લોકોની સંખ્યા વધી શકે છે.
પણ સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોમાં અને તસ્વીરોમાં સ્પષ્ટ થયુ છે કે, ૧૮ જ લાશ છે, જે બહાર પડેલી દેખાય છે. તેના આધાર પર અત્યાર સુધીમાં ૧૮ મોતની પુષ્ટિ થઈ છે.
મરનારા લોકોમાં શહેરના મેયર કોનરાડો મેનડોઝા, તેના પિતા, પૂર્વ મેયર ઝુઆન મેનડોઝા અને ૭ મ્યૂનિસિપલ પોલીસ ઓફિસર સામેલ છે. સિટી હોલમાં ફાયરિંગ સાથે આજૂબાજૂના વિસ્તારમાં બસો અને વાહનોમાં આગ લગાવી દીધી હતી.SS1MS