Western Times News

Gujarati News

વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે જે ઘટના બની છે તે શાળા-કોલેજમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓ માટે લાલબત્તી સમાન છે. આ સગીરાને શાળામાં જ એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવકે સગીરાને મળવા બોલાવી હતી અને સાથે જ શરીર સંબંધ પણ બાંધ્યા હતા. ગુનાહિત ઈરાદા ધરાવનારા આ યુવકે સગીરાના વીડિયો અને ફોટો પણ લઈ લીધા હતા.

આ તસવીરો અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવકે અનેકવાર સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. તેણીએ જ્યારે મળવાની ના પાડી દીધી ત્યારે યુવકે તસવીરો વાયરલ પણ કરી હતી. સગીરાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા અને સમગ્ર બાબત જણાવી ફરિયાદ નોંધાવી છે.

સગીરાની ફરિયાદ નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય પૂજા(નામ બદલવામાં આવ્યું છે) ૨૦૧૮માં શાળામાં અભ્યાસ કરતી હતી. તે સમયે તેના ક્લાસમાં જીગ્નેશ મકવાણા નામનો વિદ્યાર્થી પણ અભ્યાસ કરતો હતો.

શાળામાં જ પૂજા અને જીગ્નેશ વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. પૂજા અને જીગ્નેશ એકસાથે ઘણો સમય પસાર કરતા હતા અને હરતા-ફરતા હતા. આ દરમિયાન પણ જીગ્નેશે પૂજા સાથે ઘણાં ફોટો પડાવ્યા હતા.

પૂજાની ફરિયાદ અનુસાર, એક દિવસ જીગ્નેશ પોતાના ઘરે એકલો હોવાને કારણે તેણે પૂજાને બોલાવી અને શરીર સંબંધ બાંધ્યો હતો. તે સમયે પણ જીગ્નેશે વીડિયો ઉતારી લીધો હતો. થોડા સમય પછી જીગ્નેશે આ વીડિયો અને બિભત્સ તસવીરો બતાવીને પૂજાને બ્લેકમેલ કરવાની શરુઆત કરી હતી.

તેણે પૂજાને ધમકી આપીને અનેક વાર દુષ્કર્મ આચર્યુ હતું. જીગ્નેશે પૂજાને ધમકી આપી હતી કે, હું તને જ્યારે પણ બોલાવું ત્યારે તારે આવી જવાનું. જાે તુ કોઈ બહાનું કાઢીશ તો તારા વીડિયો હું વાયરલ કરી નાખીશ. પૂજાએ વધુમાં જણાવ્યું કે, તેના જન્મદિવસે પણ જીગ્નેશે ફરી એકવાર ધમકી આપીને હોટલમાં બોલાવી અને દુષ્કર્મ આચર્યુ હતું.

૨૦૨૦માં કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું જેના કારણે જીગ્નેશ અને પૂજાની મુલાકાત બંધ થઈ ગઈ હતી. પરંતુ તે સમયે પણ જીગ્નેશ પૂજા પાસે ન્યૂડ વીડિયો કોલ કરાવતો હતો અને સ્ક્રીનશોટ લઈ લેતો હતો. આટલુ જ નહીં, સ્ક્રીન રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરીને વીડિયો પણ સેવ કરતો હતો.

લોકડાઉન પછી જ્યારે પૂજાને ફરી બોલાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે ઈનકાર કર્યો હતો જેના પરિણામે જીગ્નેશે તસવીરો વાયરલ કરી હતી. આ જાેઈને ગભરાઈ ગયેલી પૂજાએ અન્ય એક મુલાકાત તેની સાથે કરી.

જ્યારે પૂજાએ મળવાનો મક્કમતાથી ઈનકાર કર્યો તો જીગ્નેશે વીડિયો અને તસવીરો તેણીના પરિવારને મોકલી આપ્યા હતા. ત્યારપછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પૂજાએ બળાત્કાર સહિતની કલમો હેઠળ હ્લૈંઇ કરી છે અને પોલીસે પણ તપાસ શરુ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.