Western Times News

Gujarati News

પતિએ ચારિત્ર પર શંકા કરતા પત્નીએ આત્મહત્યા કરી

અમદાવાદ, અમદાવાદમાં દિન-પ્રતિદિન આપઘાતમાં વઘારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના વાડજમાં એક પરિણીતા એ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. પત્નીના ચારિત્ર શંકા રાખીને તેને હેરાન પરેશાન કરતા પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને પત્નીએ આ અંતિમ પગલુ ભર્યું હતુ.

પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે હવે મૃતકના પતિ પર સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ થોડા સમય પહેલા જ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે હવે પત્નીના ચારિત્ર પર શંકા રાખીને તેનો પતિને પરિણીતાને રોજ ઢોર માર મારતો અને અસહ્ય ત્રાસ આરતો હોવાથી કંટાળેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

જ્યારે હાલ આ બનાવ અંગે પરિણીતાના પિતાએ વાડજ પોલીસમાં પતિ વિરૂદ્ધ દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશમાં રહેતા ભુરસિંગ ગાડરિયા( ઉંમર -૫૧ )ની દીકરી શીતલે આશરે નવ મહિના પહેલા જ નવા વાડજના લેબર કોલોનીમાં રહેતા રાકેશ દાવત સાથે ખુશીથી પ્રેમ લગ્ન કર્યા હતો.

ઉલ્લેખનીય છે કે, લગ્ન પછી રાકેશ ખુબ જ નાની નાની વાતોમાં પણ શીતક સાથે ઝઘડા કરવા લાગ્યો હતો, જ્યારે તે ઝઘડા હવે મારઝુડમાં પણ પરિણમવા લાગ્યા હતા. વારંવાર તેના પર શંકાઓ કરી મારવા લાગ્યો હતો. આટલે ન અટકતા તે શીતલને માબાઈલમાં પોતાના પરિવારથી પણ વાતો નહોતો કરવા દેતો.

આજથી આશરે ૧૫ દિવસ પહેલા શીતલે પોતાના ભાઈ હરભજનને ફોન કરીને કહ્યું હતું કે, મારે ઘરે આવવું છે, પરંતુ રાકેશ ઘરે આવવા દેતો નથી. જે પછી રાકેશ સાથે ઝઘડો થયા બાદ શીતલે ૩ ઓકટોબરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અગાઉ પણ અમદાવાદના યુવતીએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

સોલા ગામમાં રહેતી એક યુવતીના મોત બાદ સાસરિયાઓનું જુઠાણું પણ સામે આવ્યું હતું. હોસ્પિટલમાં મૃત જાહેર કર્યા બાદ સાસરિયાઓ એ કપડાં ધોતા કરન્ટ લાગતા પડી ગઈ હોવાનું કહ્યું હતું. હકીકત એ હતી કે યુવતીએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.