ધનસુરાના પ્રસિદ્ધ ગઢીમાતાજીના મંદિરે માટી અને ચાંદીના ગરબા ચડાવવામાં આવ્યા
(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા ના પ્રસિદ્ધ ગઢીમાતાજી ના મંદિરે માટી અને ચાંદી ના ગરબા ચડાવવામાં આવ્યા હતા.અરવલ્લી જિલ્લા ના ધનસુરા નજીક આવેલા પ્રસિદ્ધ ગઢીમાતાજીના મંદિરે નવરાત્રિ માં આઠમ ના દિવસે જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટયા હતા.ધનસુરા નજીક આવેલ ગઢીમાતાજી ના મંદિરે ભક્તો એ મોટી સંખ્યામાં માટી અને ચાંદી ના ગરબા ચડાવ્યા હતા.
દર વર્ષે ભક્તો નવરાત્રિ માં આઠમ ના રોજ માટી ચાંદી અને સોના ના ગરબા ચડાવે છે.ગઢીમાતાજીના મંદિરે લોકો વિવિધ માનતાઓ રાખે છે અહી રાખેલી માનતા પૂર્ણ થાય છે ભક્તો પોતાની માનતા પૂરી થતા માતાજી ને ચાંદી, માટી અને સોના ના ગરબા ચડાવે છે ત્યારે નવરાત્રિ માં આઠમ ના રોજ ગઢીમાતાજીના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા સાથે રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પુરણશરણ દાસજી મહારાજ ના લોકોએ આશીર્વાદ લીધા હતા દર વર્ષે નવરાત્રિ માં આઠમના દિવસે ધનસુરા અને આજુબાજુના ગામોમાંથી અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.
ગઢીમાતાજીના મંદિરે નવરાત્રિ માં આઠમ ના રોજ આઠમ ના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય ગીરીશભાઈ ગોર ઉપસ્થિત રહ્યા હતા.અને લોકોએ દર્શન કરી પ્રસાદી લઇ ધન્યતા અનુભવી હતી.રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પુરણશરણદાસજી મહારાજ ના માર્ગદર્શન હેઠળ આઠમ ના રોજ ગઢીમાતાજીના મંદિરે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજારી રામશરણદાસજી મહારાજ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.