શ્યામનગર પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામના વતની અને ખેડબ્રહ્મા તાલુકાની શ્યામનગર પ્રાથમિક શાળા માંથી વયને કારણે નિવૃત્ત થતા શ્રી માજીભાઈ કે. દેસાઈનો વિદાય સમારંભ શ્યામનગરના માણેકનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો. શ્રી માલજીભાઈ કે.દેસાઈ ૨૩ -૩ -૧૯૮૪ થી તેમની નોકરીની શરૂઆત કરી હતી અને ૩૧ -૧૦ -૨૦૨૨ ના રોજ તેઓ વયને કારણે નિવૃત્ત થશે.
શ્રી માલજીભાઈ દેસાઈએ શિક્ષક તરીકે પ્રમાણિક પણે અને નિષ્ઠાપૂર્વક નોકરી કરવાની સાથે સાથે પ્રાથમિક શિક્ષકના સંગઠનમાં પ્રમુખ તરીકે તથા શિક્ષકોની શરાફી મંડળીમાં ચેરમેન તરીકે સેવાઓ આપેલ તેમ જ શિક્ષક તરીકે શાળાઓમાં ઉમદા કાર્ય કરી એક અલગ ઊભી કરી છે.
તેઓ પહેલેથી જ ધાર્મિક અને આધ્યાત્મિક વિચારોને વળગેલા છે. શ્રી વાલજીભાઈ ના આમંત્રણ ને માન આપી પધારેલ સૌ સ્નેહીજનોએ માલજીભાઈ ને સન્માન પત્રો તથા ભેટો આપી તેમના લાંબા અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.
તેમના વિદાય સમારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગીરીશભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી, બી.આર. સી. કો.ઓ. શ્રી પિયુષભાઈ જાેશી, માલજીભાઈ દેસાઈની શાળાનો તમામ સ્ટાફ, માણેકનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી પૂ. મનહરદાસજી મહારાજ, ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રો. ડૉ. રોહિત દેસાઈ, માર્ગદર્શક હાર્દિકભાઈ સગર, માલજીભાઈ દેસાઈનો પૂર્ણ પરિવાર તથા સમાજના અગ્રગણ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.