વાપીના વીઆઈએ દ્વારા સિધ્ધપુર પાટણના મુક્તિધામમાં ભોજનાલય બનાવ્યું
(પ્રતિનિધિ)વાપી, ગુજરાત ના માનનીય કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબ (નાણા ઉર્જા પંટ્રોફેમીકલ ) ના વરદ હસ્તે ઐતિયાસીક મૂકતિધામ સિદ્ધપુર (પાટણ) ખાતે વાપી ઈન્ડ્રિસ્ટ્રીયઝ એસોએસીએશન (વી.આઇ.એ) દ્વારા બનાવેલ ભોજનાલય નુ લોકાર્પણ કરવામાં આવ્યું.
આ ઉદઘાટન માં વાપી થી વીઆઈએ પ્રમુખ શ્રીકમલેશ પટેલ વી.આઈ.એ. સેકેટરી અને વાપી નોટીફાઈડ ગવરનીંગ બોર્ડ ચેરમેન સતીષ પટેલ એડવાયઝરી બોર્ડ મેમ્બર અને વી.આઈ.એ પૂર્વ પ્રમુખ શ્રીયોગેશ ભાઈ કાબરીયા વી.આઈએે. એડવાયઝરી બોર્ડ મેમ્બર શ્રી મીલનભાઈ દેસાઈ અને પૂર્વ જીઆઈડીસી ચેરમેન અને સીધ્ધપુર મુકતી ધામ ટ્રસ્ટ્રી શ્રી બળવંત સિહ રાજપુત હાજર રહ્યા.