કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારતીય સંસ્કૃતિમાં કન્યાને એક વિશેષ દરજ્જાે આપી તેનું સન્માન કરાયું છે. ત્યારે સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ ના ભાવને વરેલ ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા શાખા તથા નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા દ્વારા જ્યોતિ વિદ્યાલયમાં નવરાત્રીના પાવન દિવસોમાં કન્યા પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્મિતાબેને વિદ્યાની દેવી માં સરસ્વતીની પૂજા અને બાલિકાઓની પૂજન વિધિ કરાવી કન્યાએ લક્ષ્મી અને શક્તિનો સંગમ છે એમ જણાવી કન્યા પૂજનનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમને અંતે કન્યાઓને નાનકડી ભેટ આપી મોં મીઠું કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, સ્મિતાબેન જાેશી તથા સ્ટાફના સૌ હાજર રહ્યા હતા.