મેઘરાજાની પધરામણીને વધામણાં કરતા ભૂલકાઓ અને ખેડૂતો
(તસ્વીરઃ- દિલીપ પુરોહિત, બાયડ)
(પ્રતિનિધિ) પ્રાંતિજ, વાયુ વાવાઝોડાની અસરથી પ્રિ-મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચારેક દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જતાં ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં કેટલાક વિસ્તરોમાં ધોધમાર વરસાદી ઝાપટું અને છુટા છવાયા વરસાદ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મેઘમહેરમાં ભુલકાંઓએ વરસાદનો લુપ્ત ઉઠાવાયો હતો ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વાયુ વાવાઝોડું કચ્છ માં ત્રાટકવાનું હોવાથી હવામાન વિભાગે મંગળવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ખાબકવાની આગાહી કરી હતી ઉત્તરગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સવાર થી જોવા મળ્યા પછી વરસાદ વરસતા અને કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ચોમાસુ શરૂ થયુ નથી પરંતુ વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડી શકે તેમ હોય બંને જિલ્લાનુ તંત્ર સાબદુ થયુ છે. તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા આવ્યા હતા વાદળછાયા વાતાવરણ વચ્ચે બાયડ મોડાસા,ભિલોડા,મેઘરજ ,માલપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું, ધીમીધારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાતાં અમુક સમય માટે ધુળિયુ વાતાવરણ જોવા મળ્યું હતું*