Western Times News

Gujarati News

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સરળ અને સુચારૂ સંચાલન માટે ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સને તાલીમ

અવસર છે લોકશાહીનો-ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨

EVM અને VVPATની એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર, આદર્શ આચારસંહિતા, ખર્ચ નિરીક્ષણ તથા મીડિયા(MCMC) અને સોશિયલ મીડિયા જેવા ચૂંટણી પ્રક્રિયાના વિવિધ વિષયો આવરી લેવાયા

આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ માટે તાલીમ યોજવામાં આવી હતી.

રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર યોજાનાર સામાન્ય ચૂંટણીઓના સરળ અને સુચારૂ સંચાલન માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની કચેરી દ્વારા ચૂંટણી પ્રક્રિયાના વિવિધ વિષયો અંગે તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ માટે યોજાયેલી આ તાલીમમાં EVM અને VVPATની એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર અંગે શ્રી જે.કે. જગોડા, આદર્શ આચારસંહિતા અંગે શ્રી એ.કે. ગૌતમ, ઈલેક્શન એક્સપેન્ડિચર મોનિટરીંગ અંગે સુશ્રી ડૉ. સુપ્રિયા ગાંગુલી, પોલીંગ પાર્ટીઝ અને

પોલ ડે અરેન્જમેન્ટસ્ અંગે શ્રી એમ.એ. સૈયદ, મીડિયા(MCMC) અને સોશિયલ મીડિયા અંગે શ્રી એ.બી. પટેલ અને શ્રી રિન્કેશ પટેલ તથા આઈ.ટી. એપ્લિકેશન અંગે શ્રી પ્રિતેશ ટેલર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા સબંધી એક દિવસીય તાલીમવર્ગમાં રાજ્યના ૩૩ જિલ્લામાંથી કુલ ૬૭ જેટલા ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.