દેવગઢ બારીઆમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ
(પ્રતિનિધી) દે.બારીયા, દાહોદ જિલ્લાના બારીયા વન વિભાગની સાગટાળા રેન્જના જામરણ મુકામે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી તેમજ સહભાગી વન વ્યવસ્થા મંડળીના લાભોના ભાગરૂપે નાયબ વન સંરક્ષકશ્રી.આર.એમ.પરમાર (IFS )તેમજ મદદનીશ વન સંરક્ષક બારીયા શ્રી.પ્રશાંત તોમર ની સૂચના હેઠળ તેમજ પી.એચ.પ્રજાપતિ સાગટાળા,આર.એમ.પુરોહિત બારીયાના માર્ગદશન હેઠળ જામરણ સહભાગી વન વ્યવસ્થા મંડળી હેઠળ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અને મંડળીઓને લાભો વિતરણનો કાર્યકમમાં દેવગઢબારીયાના ધારાસભ્યશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો.
જેમાં સાગટાળા રેન્જમાં સમાવિષ્ટ તમામ મંડળીના પ્રમુખશ્રીઓ,મંડળીના મંત્રીશ્રીઓ, સ્વ.સહાય જુથની મહિલાઓ , રેન્જમાં સમાવિષ્ટ તમામ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા/જિલ્લા સદસ્યશ્રીઓ, આસપાસના સેવનીયા,જામરણ, રુપારેલ, પાંચીયાસાલ ગામોના ગ્રામજનો તેમજ સાગટાળા, બારીયા, કંજેટા, ધાનપુર, રામપુરા, ગરબાડા રેન્જના આર.એફ.ઓ.શ્રીઓ તેમજ સ્ટાફ ગણ મોટી સંખ્યામાં હાજર રહીને બારીયા અને સાગટાળા રેન્જની મંડળીના લાભાર્થીઓને સહાય રુપે લાભો વિતરણ કરવામાં આવેલ છે.
.