નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-નડીયાદની કચેરી દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત હાલ મા જ ના રોજ -નડીયાદ ખાતે જીલ્લા સ્તરીય યુવા મહોત્સવ કાર્યક્રમ નું આયોજન સી બી પટેલ આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવ્યું.જેમાં યુવા કલાકારો,ચિત્ર સ્પર્ધા,કાવ્ય લેખન,મોબાઈલ ફોટોગ્રાફી, સાંસ્કૃતિક કાર્યક્રમ,વકતૃત્વ સ્પર્ધા અને યુવા સંવાદ જેવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.સૌ પ્રથમ સી.એમ પટેલ હાઇસ્કુલ,ડભાણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
માનનીય ડો.મહેન્દ્ર દવે.આચાર્યશ્રી ના વરદ હસ્તે કાર્યક્રમ નું દીપ-પ્રાગટ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મહેશ રાઠવા દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ નો ધ્યેય અને સ્પર્ધાના નિયમો વિષે પ્રતીભાગીયોને વિશેષ માહિતી આપી કાર્યક્રમ વિષે માહિતગાર કર્યા હતા.ત્યારબાદ નડિયાદ જીલ્લામાંથી પસંદગી થયેલ ૩૦ યુવાન યુવતી ઓ સદર કાર્યક્રમ ની વિવિધ સ્પર્ધાઓ મોટી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમ ને સાચા અર્થ માં સફળ બનાવ્યો હતો.
અન્ય મહેમાનો માં ડો.મહેન્દ્ર પટેલ,આચાર્ય સી બી પટેલ આર્ટસ કોલેજ શ્રીમતી કલ્પના પટેલ,એન.એન.એસ,પ્રોગ્રામ ઓફિસર, ડો.પ્રકાશ વિન્ઝીયા,NSS પ્રોગ્રમાર, નટવરસિંહ સોઢા,યુવા કાર્યકર તેમજ સી બી પટેલ આર્ટસ કોલેજ નો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.
જિલા કક્ષાએ પ્રથમ વિજેતાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા માં ભાગ લઈ શકસે. નેહરુ યુવા કેન્દ્ર-નડીયાદની કચેરી દ્વારા પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, કવિતા લેખનના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ને અનુક્રમે ૧૦૦૦,૭૫૦, અને ૫૦૦ રૂપિયા,વકતૃત્વ સ્પર્ધા ના પ્રથમ, દ્વિતીય, તૃતીય વીજેતાને અનુક્રમે ૫૦૦૦,૨૦૦૦, અને ૧૦૦૦ રૂપિયા, સાંસ્ક્રુતિક સ્પર્ધાના વિજેતાને ૫૦૦૦,૨૫૦૦, અને ૧૨૫૦ રૂપિયા આપવામાં આવશે.
જ્યારે યુવા સંવાદના ૪ સ્પર્ધકોને ૧૫૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.સમગ્ર કાર્યક્રમ નું આયોજન મહેશ રાઠવા,જિલા યુવા અધિકારી તેમજ સંજય પટેલ દ્વારા રાષ્ટ્રીય સેવા કર્મી મિત્રો તેમજ સી.બી.પટેલ આર્ટસ કોલેજ ના સહયોગ થી મનીષા શાહ,નિયામક નેહરુ યુવા કેન્દ્ર સંગઠન-ગુજરાત ના માર્ગર્દર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.