દાહોદમાં કેજરીવાલ અને ભગવત માનની ઉપસ્થિતિમાં આપની સભા યોજાઈ

(પ્રતિનિધિ) દાહોદ, હજી તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની ઘડીયો ગણાઈ રહી છે. તે પહેલા જ રાજ્યમાં રાજકીય માહોલ ચરમશીમાએ ગરમાંયો છે. તમામ રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. અને એકબીજા સામે આક્ષેપ પ્રતિ -આક્ષેપોની ઝડીઓ વરસાવી રહ્યા છે.
તેવા સમયે દાહોદમાં આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની દાહોદના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં વિરાટ જાહેર સભા યોજાઈ ગઈ. જેમાં ૬૦ હજારથી પણ વધુ જનમેદની ઉમટી પડી હતી.
અમારી સરકાર આવશે તો અમે કરેલા એક એક વાયદાનું પાલન કરીશું અમે જે કહીએ છીએ તે કરીએ છીએ.
તેવો ટંકાર વિરાટ સભામાં કરતા કેજરીવાલે જણાવ્યું કે આઈબીના સર્વેના રિપોર્ટમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે. આમ આદમી પાર્ટીની ૯૪ થી ૯૫ બેઠકો આવશે. થોડો ધક્કો જાેરથી લગાવજાે કે ગુજરાતમાં પંજાબ અને દિલ્હીનો રેકોર્ડ પણ તૂટી જાય. ગુજરાતમાં એમ.એલ.એ, મંત્રી, સંત્રી તમામે ૨૭ વર્ષ સુધી લોકોને લૂંટ્યા છે.
ગરીબમાં ગરીબ લોકો પણ ટેક્સ ભરે છે પછી તે પૈસા જાય છે ક્યાં? ગુજરાત સરકાર દરવખતે અઢી લાખ કરોડ રૂપિયા રાજ્યના વિકાસના કામોમાં ખર્ચે છે. પરંતુ ક્યાંય ગુજરાતનો વિકાસ જાેવાતો નથી. માત્રને માત્ર નેતાઓનો વિકાસ જાેવાય છે. આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવત મા ને જણાવ્યું કે વૃક્ષ પણ દર વર્ષે પોતાના પાંદડા બદલે છે તો આ વર્ષે ગુજરાતની જનતા પાસે પણ એક સુંદર મોકો છે કે તે પણ સરકાર બદલે કારણકે હવે જનતા બધું જ જાણે છે.
આજકાલ હાથમાં ઝંડો કોઈ અલગ પાર્ટીનો, મોટરસાયકલ પર ઝંડો કોઈ અલગ પાર્ટીનો, રેલી પણકોઈ અલગ પાર્ટીની અને અંદર જઈને સિક્કો મારવાનો કોઈ અલગ પાર્ટીનો. લોકો કોઈ ભ્રષ્ટાચારી નથી હોતા પણ લોકોના વોટ લઈ જે ખુરશી પર બેસે છે તે ભ્રષ્ટાચારી બની જાય છે. એક તરફ કિચડમાં ઉગવાવાળું કમળ છે તો બીજી તરફ ખીચડને સાફ કરવા વાળું ઝાડું છે જ્યારે કોંગ્રેસના હાલ તો એવા છે કે ડોક્ટર ખુદ કહે છે કે તેને ઘરે લઈ જઈ સેવા કરજાે. આપના જે સપના હશે તે કેજરીવાલની સરકાર જરૂર પૂરા કરશે તેમ જણાવ્યું હતુંં.