ગૃહમંત્રી અમિત શાહે કામાખ્યા દેવીના દર્શન કર્યા
નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહ મિશન નોર્થ ઈસ્ટ માટે ત્રણ દિવસના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. તેમણે પ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં પ્રાર્થના કરી, જે નીલાચલ પહાડી ક્ષેત્રમાં સ્થિત ૫૧ શક્તિપીઠોમાંથી એક છે. Amit Shah feeling extremely blessed after praying at the Maa Kamakhya Devi Temple in Guwahati.
તેમની સાથે સીએમ હિમંતા બિસ્વા સરમા અને જળ સંસાધન મંત્રી પીયૂષ હજારિકા રાજ્યના ગેસ્ટ હાઉસથી મંદિર પહોંચ્યા હતા. અગાઉ શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હતા. અહીં તેમણે રાજૌરી અને બારામુલ્લામાં લોકોને સંબોધિત કર્યા. અમિત શાહ અને શર્મા મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા જ્યાં તેઓએ પૂજા કરી હતી.
ગૃહમંત્રી ૧૦ મિનિટથી વધુ મંદિરની અંદર રહ્યા અને બહાર આવ્યા પછી પરિક્રમા કરી હતી. કામાખ્યા મંદિરના વરિષ્ઠ પૂજારીઓ અને પદાધિકારીઓએ તેમનું મંદિરમાં સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાને મંદિરમાં હાજર ભક્તોનું અભિવાદન કર્યું
અને પછી આસામ વહીવટી સ્ટાફ કોલેજ માટે રવાના થયા, જ્યાં તેઓ નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના ૭૦મા પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. અમિત શાહ બાદમાં ગોલાઘાટ જિલ્લાના દરગાંવની મુલાકાત લેશે જ્યાં તેઓ રાજ્ય સ્તરીય પોલીસ અધિક્ષક પરિષદને સંબોધશે. ત્યારબાદ તેઓ જાેરહાટના રૌરિયા એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થશે.