ફત્તેહસિંહ ચૌહાણે શાળા પરિવાર સાથે દસ હજાર વૃક્ષો રોપવાનો લક્ષ્ય પૂર્ણ કરી જન્મ દિવસની કરેલી ઉજવણી
સેલવાસ લાયન્સ ઈંગ્લીશ મીડિયમ શાળાના ચેરમેન
(પ્રતિનિધિ) વલસાડ, સેલવાસની લાયન્સ ઈંગ્લીશ મીડિયમ શાળા અને દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ફતેહસિંહ ચૌહાણના જન્મદિવસ નિમિતે શાળા પરિવાર સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ખાસ હવેલી ફાઉન્ડેશનના નેજા હેઠળ અને વૃંદાવન ઓર્ગેનિક ફાર્મ અને ઈન્ડિયા ઓર્ગેનિક ફાર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલ ટ્રી બોક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રી બોક્ષમાં દસ બોલ મુકવામાં આવેલ છે જે પંચદ્રવ્ય, કોકોપીટ અને અલોવ્યા ઓઈલ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ બોલને ચોમાસાની શરૂઆતમાં ખુલ્લા મેદાનમાં નાખી દેવામાં આવે તો તેમાંથી ત્રણ મહિના સુધીમાં વૃક્ષ તૈયાર થઈ જાય છે.
આ જે ટ્રી બોક્ષ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે તેઓ દ્વારા એમના ઘરની આજુબાજુ કે કોઈ ખુલ્લી જગ્યા પર આ બોલ્સને રોપી દેવાશે જેના કારણે દસ હજાર વૃક્ષ ઉગી નીકળશે એવો હવેલી ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે, શ્રી હર્ષદ વેએ જણાવ્યું કે, અમારૂ લક્ષ્ય આખા દેશમાં દસ કરોડ જેટલા વૃક્ષ રોપવાનો છે, જેનાથી પર્યાવરણની રક્ષા કરી શકાય. આ વર્ષે આખા દેશમાં ગરમીનું પ્રમાણ ઘણું વધું હતું જે લગભગ ૪પ ડીગ્રીથી પણ વધી ગયુ છે જેથી આપણે હવે દરેકે જે જગ્યાઓ ખાલી દેખાય ત્યાં વૃક્ષ વાવવું જરૂરી બની ગયુ છે. જેનાથી પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકશે.
આ અવસરે લાયન્સ કલબ ઓફ સેલવાસના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણ, શ્રી દેવદાસ શાહ, શ્રી વિશ્વેશ દવે, શ્રી જયેન્દ્રસિહ રાઠોડ, શ્રી અભિષેકસિંહ ચૌહાણ, વૃંદાવન ઓર્ગેનિક ફાર્મના શ્રી હર્ષ વેદ, શાળા કોલેજના આચાર્ય, શિક્ષકો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.*