અંકિત-પ્રિયંકા વચ્ચે મિત્રતાનો સંબંધ: અભિષેક કુમાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Abhishek-1024x768.jpg)
મુંબઈ, બિગ બોસની દરેક સીઝનમાં ઝઘડા, તકરાર, ચીસાચીસ, રમૂજ, મસ્તી અને મિત્રતા વચ્ચે પ્રેમ પણ પાંગરે છે. કેટલાક કન્ટેસ્ટન્ટ્સ વચ્ચેના સંબંધો બિગ બોસના ઘરમાં શરૂ થઈને ત્યાં જ પૂરા થઈ જાય છે. વળી, કેટલાક શો પૂરો થયા પછી ચાલે છે અને પણ થોડા જ મહિનામાં તેનો અંત આવી જાય છે. તો કેટલાક સંબંધ છેક સુધી ટકી જાય છે.
‘બિગ બોસ’ની ૧૬મી સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે નવી લવસ્ટોરીની પણ શરૂઆત થઈ છે. સીરિયલ ‘ઉડ્ડારિયાં’માં જાેવા મળેલા કલાકારો પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિત ગુપ્તા હાલ બિગ બોસ ૧૬માં જાેવા મળે છે.
કો-એક્ટર્સ રહી ચૂકેલા પ્રિયંકા અને અંકિત વચ્ચે ‘બિગ બોસ ૧૬’ના ઘરમાં પ્રેમ પાંગરી રહ્યો હોવાની ચર્ચા છે. બંને શરૂઆતથી ફક્ત સારા મિત્રો હોવાનું રટણ કરી રહ્યા છે પરંતુ ઘરના બાકીના સભ્યો અવારનવાર તેમની મિત્રતાની ચર્ચા કરતાં રહે છે.
જાેકે, ઉડ્ડારિયાંમાં પ્રિયંકા અને અંકિત સાથે કામ કરી ચૂકેલા એક્ટર અભિષેક કુમારનું બિગ બોસ ૧૬ના કન્ટેસ્ટન્ટ્સ કરતાં જુદું માનવું છે. અભિષેકનું માનીએ તો પ્રિયંકા અને અંકિત હકીકતમાં સારા મિત્રો છે.
આ વિશે વાત કરતાં અભિષેકે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને કહ્યું, “પ્રિયંકા અને અંકિત સારા મિત્રો છે. તેઓ રિલેશનશીપમાં નથી. હું આ કહી રહ્યો છું કારણકે હું તેમની નજીક છું અને સેટ પર હું મોટાભાગનો સમય તેમની સાથે વિતાવતો હતો.
અમે સૌ સાથે જ સમય પસાર કરતા હતા. દર્શકોને સીરિયલમાં તેમની કેમેસ્ટ્રી પસંદ આવી હતી અને કદાચ આ જ કારણે તેમની દોસ્તીની ખોટી રીતે જાેવામાં આવી રહી છે. સ્ત્રી અને પુરુષ મિત્ર ના હોઈ શકે એ સમય વીતી ગયો છે.
બે લોકો સાથે સમય વિતાવે તેનો અર્થ એ નથી થતો કે તેઓ રિલેશનશીપમાં છે. હકીકતે તો મિત્રતા જ સૌથી સુંદર સંબંધ છે. બિગ બોસ ૧૬’ના લેટેસ્ટ એપિસોડ પરથી લોકોને લાગી રહ્યું છે કે, અન્યોની સરખામણીએ ઘરમાં પ્રિયંકા અને અંકિતનો ફાળો ઓછો છે. આ વિશે વાત કરતાં અભિષેકે કહ્યું, “મને પણ એવું લાગી રહ્યું છે કે કંઈક ખૂટે છે અથવા તો તેઓ ગોઠવવા માટે થોડો સમય લઈ રહ્યા છે.
બંને ખૂબ જ ઉર્જાવાન અને તેઓ ‘બિગ બોસ’ મટિરિયલ છે. મને લાગે છે કે ટૂંક સમયમાં જ તેઓ પોતાના મસ્તીભર્યા સ્વભાવથી ઘરમાં હાવી થઈ જશે.SS1MS