અલ્લુની પુષ્પા-૨માં ફહાદ ફાસિલનું સ્થાન લેશે અર્જુન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Arjun-1024x538.jpg)
મુંબઈ, ડિસેમ્બર ૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝે બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી. અલ્લુ અર્જુન, ફહાદ ફાસિલ અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મના બીજા ભાગની દર્શકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
હાલમાં જ મીડિયામાં અહેવાલ વહેતા થયા હતા કે પુષ્પા ૨માં બોલિવુડ એક્ટર અર્જુન કપૂર જાેવા મળશે. ડાયરેક્ટર સુકુમારની ફિલ્મમાં અર્જુન કપૂર પોલીસના રોલમાં જાેવા મળશે તેવી ચર્ચા ચાલી હતી. જાેકે, હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મના પ્રોડ્યુસર નવીન યેરનેનીએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
પિંકવિલા સાથે વાત કરતાં પ્રોડ્યુસર નવીન યેરનેનીએ કહ્યું, “ફહાદ ફાસિલ પોલીસનો રોલ કરી રહ્યો છે. એટલે અર્જુન કપૂરવાળા સમાચાર ૧૦૦ ટકા ખોટા છે.
અમે પુષ્પા ૨ના શૂટિંગની શરૂઆત ચાલુ મહિનાના અંતે કરીશું. ૨૦થી ૩૦ તારીખની વચ્ચે ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. શૂટિંગની શરૂઆત અમે હૈદરાબાદથી કરીશું અને પછી જંગલ તેમજ બીજા લોકેશન્સ પર શૂટિંગ માટે જઈશું.” અગાઉ એવા પણ અહેવાલો હતા કે, એક્ટ્રેસ સાઈ પલ્લવી પણ ‘પુષ્પા ૨’માં જાેવા મળશે. જાેકે, પ્રોડ્યુસર વાય. રવિશંકરે આ અહેવાલને ખોટા ગણાવ્યા હતા.
દરમિયાન, તેમણે હાલમાં જ ખુલાસો કર્યો કે, બે દિવસ પહેલા જ તેમણે હૈદરાબાદમાં અલ્લુ અર્જુનનો લૂક ટેસ્ટ પૂરો કર્યો છે. થોડા દિવસ પહેલા ફિલ્મ ‘ગુડબાય’નું પ્રમોશન કરતી વખતે એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને ‘પુષ્પા ૨’ના શૂટિંગ અંગે સવાલ પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું, “ગુડબાય રિલીઝ થઈ જાય પછી ટૂંક સમયમાં જ ‘પુષ્પા ૨’નું શૂટિંગ શરૂ થઈ જશે. આ વખતે ફિલ્મ વધારે સારી હશે. વધુ સારી અને મોટી.
અગાઉ અલ્લુ અર્જુને પણ એક ઈન્ટરવ્યૂમાં ‘પુષ્પા ૨’ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું, “સાચું કહું તો હું એકદમ તૈયાર છું. હું શૂટિંગ માટે ખૂબ ઉત્સાહિત છું કારણકે મને લાગે છે કે પાર્ટ ૨માં હું વધારે સારું કરી શકીશ. પાર્ટ ૧માં બેઝ સેટ થઈ ગયો છે ત્યારે પાર્ટ ૨માં વધુ સારું આપી શકવાની તક અમારી પાસે છે. અમે સૌ અમારું શ્રેષ્ઠ આપવા તૈયાર છીએ.”SS1MS