અભિનેત્રી નયનતારાએ લગ્નના ૪ મહિનામાં ટિ્વન્સને આપ્યો જન્મ
મુંબઈ, સાઉથ સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવન આ જ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. આ સ્ટાર કપલે ૯ જૂન ૨૦૨૨ના દિવસે ચેન્નઇમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા. લગ્નના માત્ર ૪ જ મહિનામાં આ સ્ટાર કપલે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. ફિલ્મ સ્ટાર નયનતારાના પતિ વિગ્નેશ શિવને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે આ સ્ટાર કપલ જુડવા બાળકોના પેરેન્ટ્સ બની ગયા છે.
વિગ્નેશ શિવને ઇન્સ્ટાગ્રામ પર નયનતારા અને પોતાની સાથે પોતાના બંને નવજાત બાળકોના પગ ચૂમતા ૨ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો શેર કરતા વિગ્નેશ શિવને લખ્યું, ‘નયન અને હું હવે અમ્મા અને અપ્પા…અમે ધન્ય છીએ…જુડવા બાળકો..
અમારી તમામ પ્રાર્થનાઓ, અમારા પૂર્વજાેના આશિર્વાદે તમામ સારી અભિવ્યક્તિઓને એક સાથે જાેડીને, અમારી માટે એક સાથે આપી છે અને અમારા ૨ ધન્ય બાળકોના રૂપમાં આવ્યા છે. અમે આપ સૌનો આશિર્વાદ મેળવવા માગીએ છીએ….
અમારા ઉઇરો અને ઉલગામ માટે. જીવન એકસાથે ખૂબસુરત અને ઉજ્જવલ લાગે છે. ભગવાન મહાન છે.’ સરોગેસીથી પેરેન્ટ્સ બન્યા નયનતારા-વિગ્નેશ શિવન કૉલીવુડ ફિલ્મ સ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવને, સરોગેસીથી પોતાના બાળકોને જન્મ આપ્યો છે.
ફિલ્મ સ્ટાર નયનતારાના મા બનવાની ખબર મીડિયામાં તેમના લગ્ન પહેલાથી જ સામે આવી ગઇ હતી. જાે કે એક્ટ્રેસે ક્યારેય આ ખબરો પર રિએક્ટ નથી કર્યુ. પછીથી બંને સ્ટાર્સે ધામધૂમથી લગ્ન કર્યા. તે બાદ નયનતારાના મા બનવાની ખબરો દબાઇ ગઇ હતી.
જાે કે તે સમયે પણ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટ્રેસ સરોગેસીથી મા બનવાની તૈયારીમાં છે. હવે આ રિપોર્ટ્સ પર વિગ્નેશ શિવને પણ મહોર મારી દીધી છે. તમિલ સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવને પોતાના જુડવા બાળકોનું નામ ઉઇરો અને ઉલગામ રાખ્યું છે. તેની જાણકારી ખુદ વિગ્નેશ શિવને પોતાની આ તસવીરો સાથે આપી છે. જેમાં ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન પોતાના બાળકોને ફેન્સ સાથે મળાવતા જાેવા મળી રહ્યાં છે.SS1MS