રોડ શો દરમ્યાન પ્રધાનમંત્રીને હિરાબા સાથેની ફોટો ફ્રેમ ચાહકે ભેટમાં આપી
જામનગર: વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે પીએમ મોદીએ જામનગરમાં રોડ શો કર્યો હતો. જેમાં જામનગરવાસીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
એક વ્યક્તિ હાથમાં પ્રધાનમંત્રી અને તેમની માતાનો ફોટો ફ્રેમ સાથે આવ્યા હતા. પ્રધાનમંત્રીએ સહર્ષ તેમની માતા સાથેની તસવીરની ફ્રેમ સ્વિકારી આભાર માન્યો હતો. PM Narendra Modi got down from his car to accept people’s greetings in Jamnagar, Gujarat earlier this evening. પ્રધાનમંત્રી ગાડીમાંથી ઉતરીને ફોટો ફ્રેમ લેવા જાતે જ પહોંચ્યા હતા. ફ્રેમ સ્વીકાર્યા બાદ, ચાહકે બીજી ફ્રેમ પર હસ્તાક્ષર કરી આપવા વિનંતી કરતાં પ્રધાનમંત્રી મોદીએ બીજી ફ્રેમમાં વંદે માતરમ લખી હસ્તાક્ષર કરી આપ્યા હતા.
#WATCH | PM Narendra Modi got down from his car to accept people’s greetings in Jamnagar, Gujarat earlier this evening. pic.twitter.com/t7iLTOs3eK
— ANI (@ANI) October 10, 2022
આ રોડ શોમાં પીએમ મોદીએ એક વ્યક્તિને હાથમાં સ્કેચ લઇને ઉભો જોયો હતો. તે જોતાની સાથે જ તેમણે પોતાના બોડી ગાર્ડને કહ્યુ હતુ કે, એ સ્કેચ લઇ લો.
જામનગરના કલાકાર હિરેન નિમાવતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યુ છે કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ મારા જેવા સામાન્ય માણસની કળાની નોંધ લીધી અને તેમણે પોતાના અંગત કમાંડોને કહ્યું કે, પેન્સિલ સ્કેચ સ્વીકારી લો…!!!
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી @narendramodi જી
મારા જેવા સામાન્ય માણસની કળાની નોંધ લીધી અને
તેમણે પોતાના અંગત કમાંડોને કહ્યું કે પેન્સિલ સ્કેચ સ્વીકારી લો…!!!આભાર સર !!! 🙏 pic.twitter.com/PurRA6F9qM
— હાસ્ય નો હાહાકાર 🇮🇳 (@NimawatHiren) October 10, 2022