ભારત સહિત ૧૦૭ દેશોએ રશિયાના વિરોધમાં મતદાન કર્યું
નવી દિલ્હી, રશિયા યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. દરમિયાન, યુક્રેનના ચાર ભાગોના વિલીનીકરણ અંગે મોસ્કો વિરુદ્ધ પ્રસ્તાવના મત પહેલાં સોમવારે (૧૦ ઓક્ટોબર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ખાતે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે અથડામણ થઈ હતી.
યુક્રેનના ચાર પ્રદેશો પર ગેરકાયદે કબજાે કરવા બદલ રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ડ્રાફ્ટ ઠરાવ લાવવામાં આવ્યો છે. આ ઠરાવમાં રશિયાની નિંદા કરવા માટે ખુલ્લા મતદાનની માંગ કરવામાં આવી છે, પરંતુ પુતિન આ માટે ગુપ્ત મતદાનની માંગ પર અડગ છે, જેને ભારતે નકારી કાઢ્યું છે અને વિરૂદ્ધ મતદાન કર્યું છે. આ ડ્રાફ્ટ પ્રસ્તાવ અલ્બેનિયા દ્વારા લાવવામાં આવ્યો છે.
રશિયાએ યુક્રેનના ડોનેત્સ્ક, ખેરસન, લુહાન્સ્ક અને ઝાપોરિઝ્ઝ્યા ક્ષેત્ર પર ગેરકાયદેસર કબજાે જમાવ્યો છે. ભારત સહિત યુએનના ૧૦૭ સભ્ય દેશોએ રેકોર્ડ વોટની તરફેણમાં મતદાન કર્યા બાદ ગુપ્ત મતદાનની મોસ્કોની માંગને નકારી કાઢવામાં આવી હતી.
જ્યારે માત્ર ૧૩ દેશોએ ગુપ્ત મતદાન માટે રશિયાના કોલની તરફેણમાં મતદાન કર્યું, ૩૯એ ન કર્યું. મતદાન ન કરનાર દેશોમાં રશિયા અને ચીનનો સમાવેશ થાય છે.
પ્રથમ કટોકટી બેઠક દરમિયાન, યુક્રેનના રાજદૂત, સર્ગેઈ કાયસ્લાત્યાએ સભ્ય દેશોને કહ્યું કે તેઓ રશિયાના આક્રમણ સામે તેમના સભ્યો ગુમાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે સોમવારે લગભગ ૮૪ મિસાઈલો અને બે ડ્રોને જાણીજાેઈને નાગરિક અને સૈન્ય સ્થાપનોને નિશાન બનાવ્યા, કેટલાય શહેરો પર હુમલા કરવામાં આવ્યા. આ દરમિયાન શાળાઓ અને યુનિવર્સિટીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
વાસ્તવમાં, રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. શનિવારે ૮ ઑક્ટોબરે, યુક્રેને રશિયાને નિશાન બનાવતા ક્રિમિયન બ્રિજ પર હુમલો કર્યો, જે પછી રશિયાએ યુક્રેનના શહેરો પર એક પછી એક અનેક મિસાઇલો છોડી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ બાદ પહેલા ઝાપોરિઝિયા પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો અને પછી ગઈ કાલે સૌથી મોટો હવાઈ હુમલો કિવ પર કરવામાં આવ્યો.
યુક્રેન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ૧૦ ઓક્ટોબરે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૭ શહેરો પર એક સાથે હુમલો કર્યો હતો. રશિયાની એરફોર્સ અને ગ્રાઉન્ડ ફોર્સ દ્વારા યુક્રેનના સૈન્ય મથકો, ઊર્જા કેન્દ્રો અને સંચાર કેન્દ્રો પર એક સાથે હુમલો કરવામાં આવ્યો હતો. ૭૫ થી વધુ મિસાઇલોને નિશાન બનાવીને છોડવામાં આવી હતી.SS1MS