ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો આજે ૨૯મો જન્મ દિવસ
નવી દિલ્હી, ટીમ ઇન્ડિયા ટી૨૦ વર્લ્ડકપ માટે અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે, ભારતે વર્ષ ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં પહેલો ટી૨૦ વર્લ્ડકપ રમ્યો અને જીત્યો હતો, આ પછી ભારતના હાથમાં ક્યારેય બીજાે ટી૨૦ વર્લ્ડકપ નથી આવ્યો, આ વાતને ૧૫ વર્ષ થઇ ગયા છે.
જાેકે આ વખતે કેપ્ટન રોહિત શર્માની ટીમ આ ખોટને પુરી કરી શકે છે કે કેમ તેના પર બધાની નજર છે. પરંતુ આ બધાની વચ્ચે આજે વાત કરવાની છે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની, જેનો આજે ૨૯મો જન્મ દિવસ છે. ૨૯ વર્ષના હાર્દિક પંડ્યાએ ૬ વર્ષ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, અને આજે તે ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો ચેમ્પીયન અને મેચ વિનર ખેલાડી બની ગયો છે.
તેને આ વર્ષે આઇપીએલમાં પણ ડેબ્યૂ કેપ્ટનશીપ કરી અને પહેલીવાર પોતાની ટીમને આઇપીએલ ખિતાબ અપાવ્યો છે. હાર્દિક પંડ્યા મૂળ ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટર છે, ૨૯ વર્ષીય હાર્દિક પંડ્યાનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૯૩ના રોજ સુરતના ચોયર્યામાં થયો હતો.
જાેકે બાદમાં તે વડોદરા આવી ગયો અને તેને પોતાનો અભ્યાસ એમ કે હાઇસ્કૂલ વડોદરામાં પુરો કર્યો હતો. તેનો ભાઇ કૃણાલ પંડ્યા પણ ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે.
હાર્દિકે વર્ષ ૨૦૨૦માં એક્ટ્રેસ નતાશા સ્ટાન્કોવિક સાથે લગ્ન કરી લીધા હતા, હાલમાં બન્નેને એક દીકરો છે. હાર્દિકે ૬ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ હતુ,
આ ટી૨૦ મેચ હતી. પોતાની ઇન્ટરનેશનલ કેરિયરની પહેલી જ ઓવરમાં ૧૯ રન આપ્યા તો હાર્દિક પંડ્યા ગભરાઇ ગયો હતો, તેને પોતાની આ ઓવરમાં કુલ પાંચ વાઇડ ફેંક્યા હતા, આ ઉપરાંત તેની આ ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો પણ ખાધો હતો.
આ ઓવર બાદ હાર્દિકને પોતાની કેરિયર ખતમ થવાનો ડર સતાવવા લાગ્યો હતો. ખુદ હાર્દિક પંડ્યાએ ચેમ્પીયન્સ વિધ બ્રેકફાસ્ટ શૉમાં આ વાત કહી હતી, પરંતુ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પંડ્યાનો વિશ્વાસ વધાર્યો અને તેને વધુ એક ઓવર ફેંકવા માટે કહ્યું હતુ. આ ઓવરના બીજા બૉલ પર પણ એક છગ્ગો પડ્યો, પરંતુ છેલ્લા બૉલ પર હાર્દિકે ઓલરાઉન્ડર ક્રિસ લીનની વિકેટ હાંસલ કરી લીધી હતી.
પોતાની પહેલી વિકેટ લીધા બાદ હાર્દિક પંડ્યા ખુશીથી ઉછળીને લીન પાસે પહોંચી ગયો હતો. પરંતુ તેને કેપ્ટન કૂલ એટલે કે ધોનીએ ખખડાવી નાંખ્યો હતો. ધોનીએ કહ્યું કે આવુ હવે ના કરતો, બસ ધોનીની આ વાત પંડ્યાના હ્રદયમાં વસી ગઇ અને તેને પાછળ વળીને ક્યારેય જાેયુ નહીં.SS1MS