Western Times News

Gujarati News

ધરમપુર રાજચંદ્ર મિશને ૧૫૦ વિકલાંગોને કુત્રિમ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કર્યું

(પ્રતિનિધિ)વલસાડ, ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ગુરુદેવ રાકેશભાઈની ઉપÂસ્થતિમાં વિકલાંગ સાધન સહાય કેમ્પમાં ૧૫૦ને કૃત્રિમ અવયવો સહાયક ઉપકરણો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિશિષ્ટ ક્ષમતા ધરાવતાં મિત્રોને તેમના માતા, પિતા, અન્ય સભ્યો સાથે પોતાના અનુભવોની વહેચણી અને પ્રેરણા માટે એક મંચ આપવાના શુભઆશય માટે શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક અને સર્વે આરોગ્ય સેવાઓના પ્રેરણા†ોત ગુરુદેવ રાકેશભાઈના પાવન હસ્તે ખાસ કલબ શ્રીમદ રાજચંદ્ર ફેલોશીપ ફોર ધ સ્પેશિયલી એબલ્ડનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓને આનંદ, આરોગ્ય શિક્ષણ અને માનસિક આધાર આપી સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળી શકે તે માટે તૈયાર કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથેની આ કલબમાં તેમનું જીવન ઉન્નત બને તેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્થિત વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે વિકલાંગતા સારવાર માટે શ્રીમદ રાજચંદ્ર મિશનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી ગુરુદેવ રાકેશભાઈને અભિનંદન પાઠવ્યા હતાં. કેમ્પમાં ડીડીઓ દેવાંગ દેસાઈ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, મામલતદાર જી.જી.તડવી, સીઓ જે.વી.પરમાર, ટ્રસ્ટના પ્રમુખ અભયભાઈ જસાણી, ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણી, સરપંચો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.