દિવાળીમાં ACB ટ્રેપથી બચવા એક વર્ષની વેલિડિટીની ગીફટ કુપનનો ટ્રેન્ડ
સોનાના સિકકાની જથ્થાબંધ ખરીદી પર એસીબીની નજરઃ કુપનથી માસ બાદ પણ ખરીદી થતી હોવાથી સરકારી બાબુઓ માટે રાહત
(એજન્સી)અમદાવાદ, કોરોનાના બાદની આ દિવાળીમાં તમામ સરકારી કામ પૂર્ણ રીતે ચાલતા હોવાથી ચાલુ વર્ષે લાંચ રૂશ્વતનું પ્રમાણમાં પણ છેલ્લાં બે વર્ષની સરખામણી વધારે થવાની શકયતા છે. ત્યારે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચના વ્યવહાર નજર રાખવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે.
જાે કે એસીબીની નજરથી બચવા માટેઆ દિવાળીમાં એક વર્ષની સમય મર્યાદા ધરાવતા ઈલેકટ્રોનીકસ ગેટેસઝ અને ટુર્સ ટ્રાવેલ્સના ગીફટ કુપનનો ટ્રેન્ડ જાેવા મળી રહયો છે. જેથી એસીબીની નજરથી બચી શકાય.
દિવાળીના તહેવારમાં સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટ સોગાદો પર નજર રાખવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાંચ વિવિધ ટીમ બનાવવામાં આવી છે. એસીબીના સુત્રોના જણાવ્યા મુજબ કોોરોનાના પછી આ દિવાળી કોઈપણ પ્રતીબંધ વિનાની છે.
અને તમામ વેપાર ધંધા તેમજ સરકારી કામ પણ શરૂ થઈ ગયા છે. જેથી ચાલુ દિવાળીએ ભેટ-સોગાદના નામે લાંચનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છે. ઉચ્ચ અધિકારીઓએ એસીબીની રડારથી બચવા માટે લાંચ લેવા માટેની સીસ્ટમ બદલી છે.
જેમાં એક વર્ષની સમય મર્યાદા ધરાવતા ગીફટ કાર્ડનો ટ્રેન્ડ જાેવા મળી રહયો છે. જેમાં વિવિધ શોપીગ સાઈટ, ઈલેકટ્રોનીકસ ગેઝેટસની રીટેઈલ ચેઈનના ગીફટ કાર્ડ સૌથી વધારે ખરીદવામાં આવી રહયા છે.
ગીફટ કાર્ડને ભેટ સોગાદ માટે લેવાથી મોડેથી ખરીદી કરી શકાય છે. જેથી એસીબીની રડારમાં આવી ન શકાય. આ સાાથે ટુર માટેના ગીફટ કાર્ડની ખરીદી પણ મોટાપાયે કરવામાં આવી રહી છે.
જેમાં ગ્રેડ પ્રમાણે અધિકારીઓને ટુરની પણ ઓફર કરવામાં આવી રહી છે. આમ નાણાંકીય વ્યવહાર કે સોનાના સિકકાની લેવડ દેવડ લગભગ બંધ થઈ ગઈ છે. જાે કે તેમ છતાંય એસીબી સોનાના સિકકાની જથ્થાબંધમાં ખરીદી પર નજર રાખી રહી છે.