યુક્રેનની તબાહી,સામાન્ય લોકોને નિશાન બનાવવું સ્વીકાર્ય નહીં: ભારત
નવીદિલ્હી, રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને ભારતે હંમેશા પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે. બંને દેશોને ભારતે હંમેશા શાંતિ સાથે વાતચીત કરવાનું સૂચન કર્યું છે. પરંતુ તાજેતરમાં યુક્રેન પર રશિયાના મિસાઈલ હુમલા પર ભારતે પ્રતિક્રિયા આપી છે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર યૂક્રેન પર રૂસી મિસાઈલ અટેકને લઈને કહ્યું કે, દુનિયાના કોઈ પણ ખુણામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું અને સામાન્ય નાગરિકોના મોતનું કારણ બનાવવું સ્વીકાર કરવા લાયક નથી.
એસ જયશંકરે કહ્યું કે આ સંઘર્ષથી કોઈનું પણ ભલુ નથી થઈ રહ્યું. તેમણે આગળ કહ્યું કે આ સંઘર્ષ દુનિયાના એક મોટા ભાગને નુકસાન પહોંચાડી રહ્યો છે, કારણ કે તેના કારણે લોકોના દૈનિક જીવન પર ખૂબ જ ખોટી રીતે અસર પડી રહી છે. વિદેશ મંત્રીએ એકવાર ફરીથી કહ્યું કે રૂસ અને યૂક્રેન વિવાદને સુલજાવવા માટે કૂટનીતિક અને વાર્તાના રસ્તે આવવું પડશે.
ભારતના વિદેશ મંત્રી જયશંકરે આ નિવેદન ઑસ્ટ્રેલિયાના લોવી ઈન્સ્ટીટ્યૂટમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા આપ્યું. યૂક્રેન પર રશિયાના જે હુમલા બાદ જયશંકરનું આ નિવેદન આવ્યું છે, તે હુમલાએ સમગ્ર દુનિયાને અચાનક હલાવી દીધી.
ખાસ વાત એ છે કે આ પહેલા અત્યાર સુધીમાં રશિયા તરફથી યૂક્રેન પર આટલો મોટો ઘાતક હુમલો નહોતો કરાયો. પણ સોમવારે અચાનક રશિયા તરફથી યૂક્રેન પર ભારે સંખ્યામાં મિસાઈલ અટેક કરી દેવામાં આવ્યો, જેનાથી યૂક્રેનમાં ૧૧ લોકોના મોત થઈ ગયા અને ઘણી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા. આ સાથે જ મિસાઈલોના સતત અટેકથી યૂક્રેનના ઘણા મોટા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થયું છે.HS1MS