Western Times News

Gujarati News

NBA અને રિલાયન્સ રિટેલે ભારતમાં NBA મર્ચેન્ડાઈઝની વિસ્તૃત શ્રેણી લૉન્ચ કરી

HyperFocal: 0

એનબીએ-બ્રાન્ડેડ મર્ચેન્ડાઇઝમાં એડલ્ટ અને યુથ અપારલ, એસેસરીઝ, બેક-ટુ-સ્કૂલ સપ્લાય અને કલેક્ટિબલ્સની વ્યાપક શ્રેણીનો સમાવેશ થાય છે

મુંબઈ, નેશનલ બાસ્કેટબોલ એસોસીએશન (એનબીએ) અને દેશભરમાં 15,800થી વધુ સ્ટોર્સ ધરાવતા ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલ લિમિટેડે આજે ભારતમાં એનબીએ મર્ચેન્ડાઈઝની વ્યાપક શ્રેણી શરૂ કરવા માટે બહુવર્ષીય સહયોગ કરવાની જાહેરાત કરી છે.

આ સહયોગના ભાગરૂપે રિલાયન્સ રિટેલે આજે ભારતમાં આ રમતના ચાહકો માટે એનબીએ ટીમ અને લીગ-બ્રાન્ડેડ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પસંદગી માટે રજૂ કરી છે, જેમાં એડલ્ટ અને યુથ અપારલની વ્યાપક શ્રેણી, એસેસરીઝ, બેક-ટુ-સ્કૂલ સપ્લાય, રમકડાં, કલેક્ટિબલ્સ અને તેનાથી વધુ સામગ્રીનો સમાવેશ થાય છે.

દેશભરમાં પસંદગીના રિલાયન્સ રિટેલ સ્ટોર્સ અને રિલાયન્સ રિટેલના ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ચાહકો માટે આ સામગ્રી ઉપલબ્ધ છે. આ ઉપરાંત રિલાયન્સ રિટેલ તેના સ્ટોર્સની મુલાકાત લેનારા ચાહકો અને ગ્રાહકોને ઇન્ટરેક્ટિવ એનબીએ ગેમ્સના અનુભવો કરવાની તક પૂરી પાડશે, જેમાં સ્વીપસ્ટેક્સ, રિલાયન્સ ફાઉન્ડેશન જુનિયર એનબીએ એક્ટિવેશન્સ, એનબીએ ગેમ હાઇલાઇટ્સ અને ઇન-સ્ટોર ટીવી પર સંબંધિત સામગ્રી અને બીજી ઘણી બધી સામગ્રીનો સમાવેશ થાય છે.

આ સહયોગ NBAના રિલાયન્સ સાથેના લાંબા સમયથી ચાલતા સંબંધોનું પરિણામ છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન જુનિયર એનબીએ પ્રોગ્રામ, વાયાકોમ18 અને જિયો સાથે બહુવર્ષીય પ્રસારણ અને સ્ટ્રીમિંગ કરારો અને ભારતભરના ફેશન ડિઝાઇનરોને વિશિષ્ટ એનબીએ કેપ્સ્યુલ કલેક્શન બનાવવાની તક આપનાર લેકમે ફેશન વીકનો સમાવેશ થાય છે.

“રિલાયન્સ વર્ષોથી એનબીએનું વિશ્વસનીય ભાગીદાર છે અને આ સહયોગ દ્વારા અમે ભારતમાં અમારી રિટેલ હાજરીને એકસાથે મજબૂત કરવા આતુર છીએ,” તેમ એનબીએના આંતરરાષ્ટ્રીય લાયસન્સિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રોબ મિલમેને જણાવ્યું હતું.

“જેમ જેમ ભારતમાં એનબીએની લોકપ્રિયતા સતત વધી રહી છે, તેમ તેમ ઉત્પાદનોને વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ કરાવવું એ ભારતમાં ચાહકોને વધુ વ્યાપક એનબીએ અનુભવ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

“અમે ભારતમાં અમારા ચાહકો માટે ઉપલબ્ધ એનબીએ ઉત્પાદનોની શ્રેણીને વિસ્તારવા માટે રિલાયન્સ રિટેલ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ,” તેમ એનબીએ ઈન્ડિયા ગ્લોબલ પાર્ટનરશિપના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ચુરીએ જણાવ્યું હતું.

એક અગ્રણી રમતગમત અને લાઇફસ્ટાઇલ રિટેલર તરીકે રિલાયન્સ રિટેલ અમને એનબીએ-બ્રાન્ડેડ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવામાં મદદ કરશે અને અમારા ચાહકોને મર્ચેન્ડાઇઝ અને અપારલની દૂરગામી શ્રેણી દ્વારા તેમના એનબીએ પ્રત્યેની ચાહના અભિવ્યક્ત કરવાની મંજૂરી આપશે.

અમારા છેવાડાના ચાહકો અને ચાહકોની રમતમાં સામેલ કરવાની પહેલ સાથે આ રિટેલ પ્લેટફોર્મ સાથેના સંકલન દ્વારા અમે અમારા ચાહકોને એનબીએના અનુભવો પહોંચાડવાનું લક્ષ્ય રાખીએ છીએ જે માત્ર એક શોપિંગ ડેસ્ટિનેશનથી પણ વધુ છે.”

“એનબીએ વૈશ્વિક સ્તરે સૌથી વધુ ચાહના ધરાવતી સ્પોર્ટ્સ લીગ છે અને રિલાયન્સ રિટેલ ભારતમાં એનબીએના ચાહકોને વ્યાપક શ્રેણીના મર્ચેન્ડાઇઝ ઓફર કરવા માટે ઉત્સાહિત છે,” તેમ રિલાયન્સ રિટેલ લિમિટેડના પ્રમુખ અને સીઇઓ (ફેશન અને લાઇફસ્ટાઇલ) અખિલેશ પ્રસાદે જણાવ્યું હતું. “અમારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે રિલાયન્સ રિટેલ સ્ટોર્સ સમગ્ર દેશમાં એનબીએના ચાહકો માટે નિયમિત આવન-જાવનનું સ્થળ છે.”

Reliance Retail Ltd. વિશેની વધુ માહિતી માટે, www.relianceretail.comની મુલાકાત લો. ભારતમાં ચાહકો એનબીએને Facebook (Facebook.com/NBAIndia), Instagram (@NBAIndia) અને Twitter (@NBAIndia) પર ફોલો શકે છે અને નવીનતમ સમાચાર, અપડેટ્સ, સ્કોર્સ, આંકડાકીય માહિતી, સમયપત્રક, વીડિયો અને અન્ય માહિતી માટે NBA એપ ડાઉનલોડ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.