ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડનું SoU-એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
રાજપીપલા,ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જગદિપ ધનખડ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન આજે તેમના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના પ્રવાસના ભાગરૂપે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિશ્રીની સાથે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાતના પ્રોટોકોલ વિભાગના રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) વગેરે મહાનુભાવો પણ આ પ્રવાસમાં જોડાયા હતા.
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જગદિપ ધનખડ એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના પ્રોટોકોલ વિભાગના રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકીત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે,
જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી વગેરેએ ઉપરાષ્ટ્રપતિશ્રીનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિશ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ અને આરોગ્ય વનની મુલાકાત માટે જવા રવાના થયાં હતાં.