બિરસા મુંડા ગૌરવ યાત્રા માટે બેઠક યોજાઈ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, આગામી ૨૧-૧૦ ૨૨ ના રોજ થી અરવલ્લી જિલ્લા થી શરૂ થનારી ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રા માટે વિજયનગર ખાતે રાજ્ય સભાના સંસદીય સીલ રમીલાબેન બારા ના અધ્યક્ષતા ની યોજાઈ ગઈ હતી. ભગવાન બિરસા મુડા ગૌરવ યાત્રા અરવલ્લી જિલ્લા થી શરૂ થઈ વિજયનગર થઈ નાકા ગામે તેનું સ્વાગત કરાશે તથા ખેરોજ ખાતે બપોરે બે કલાકે સભા યોજાશે. પછી આ યાત્રા બનાસકાંઠામાં પ્રવેશશે. આ યાત્રાના ત્રણ જિલ્લાના ઇન્ચાર્જ શ્રી રમીલાબેન બારા તથા પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર રહેશે. ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રના ઇન્ચાર્જ સાબરકાંઠા જિલ્લા સદસ્ય અને ખેતીવાડી સમિતિના ચેરમેન શ્રી હિતેન્દ્રસિંહ કરણસિંહ સોલંકી રહેશે.
આ મીટીંગમાં શ્રી રમીલાબેન બારા ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, આદિજાતિ મોરચાના જિલ્લા પ્રમુખ લુકેશભાઈ સોલંકી, આદિજાતિ મોરચાના જિલ્લાના પ્રભારી આર.જે પાન્ડોર, યાત્રાના વિધાનસભા ક્ષેત્રના પ્રભારી હિતેન્દ્રસિંહ કરણસિંહ ચૌહાણ, આદિજાતિ મોરચાના જિલ્લા મહામંત્રી શ્રી નરસિંહભાઈ પાંડોર, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, વિજયનગર તાલુકા પંચાયત પ્રમુખ દીપકભાઈ નિનામા, વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ શાહ, પ્રદેશ આદિજાતિ કારોબારી સદસ્ય રૂમાલભાઈ ધ્રાગી તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમ વિશે વિચારણા કરાઈ હતી.