નડિયાદમાં DMD બીમારીથી પીડાતા બાળકની સારવાર માટે ૫૦ લાખ સરકારમાંથી મંજૂર થયા

(પ્રતિનિધિ) નડિયાદ
નડિયાદના DMD જીનેટીક મસ્ક્યુલર ડીસ્ટ્રોફી નામની રેર બીમારીનો ભોગ બનેલ બાળક માન્ય બ્રહ્મભટ્ટની સારવાર માટે વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈની અસરકારક રજૂઆતને પગલે રાજ્ય સરકારે રૂપિયા ૫૦ લાખ જેટલી માતબર રકમ સરકારની તીજાેરીમાંથી સારવાર માટે મંજૂર કરી છે.
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ અંનેરી હાઇટ્સમાં રહેતા એક બ્રહ્મભટ્ટ પરિવાર.નો દીકરા માન્ય ને ભાગ્ય જ કોઇકને થતી DMDની બીમારીનો ભોગ બન્યો છે. જેની સારવાર ખુબ મોંઘી હોય પરિવારને પોતાના લાડકવાયાની સારવાર કરાવી પહોંચની બહાર હતી. દરમિયાન માન્ય બ્રહ્મભટ્ટની બીમારીને સારવાર માટે સોશિયલ મીડિયામાં પહેલ નાખવામાં આવી હતી.
દરમિયાન વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને માન્ય બ્રહ્મભટ્ટની બીમારીની જાણ થવાની સાથે મુખ્ય દંડકને તેની સારવારનો ખર્ચ પરિવારની પહોંચની બહાર હોવાનુ પણ જાણવા મળ્યું હતું. જેને પગલે મુખ્ય દંડક અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ રેર ડ્ઢસ્ડ્ઢ બીમારીનો ભોગ બનેલ માન્ય બ્રહ્મભટ્ટના સારવાર ખર્ચમાં સહાય માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી.
વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અસરકારક રજૂઆત ધ્યાને લઈ સરકારે કેન્દ્ર સરકારની રેર ડીસિઝ પોલિસી મુજબ રૂપિયા ૫૦ લાખ જેટલી માતબર રકમ સારવાર સહાય પેટે મંજૂર કરી છે. હવે માન્ય બ્રહ્મભટ્ટને બીમારીની કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર રોગોની સારવાર માટે માન્યતા પ્રાપ્ત મુંબઈની દ્ભઈસ્ હોસ્પિટલ ખાતે સારવાર પ્રાપ્ત થશે.
જેને લઈ માન્ય બ્રહ્મભટ્ટના પરિવારમાં હર્ષ છવાઈ જવાની સાથે પરિવારે સારવાર માટે રજૂઆત કરનાર વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સરકારનો આભાર માન્યો છે?.