બોપલ વિસ્તારમાં પાણીના વપરાશ પર રૂપિયા ચૂકવવા પડશે
ઔડા દરેક ઘરને કોઈ ચાર્જ વગર પ્રતિ માસ ૨૨,૫૦૦ લીટર પાણી પૂરું પાડશે.
અમદાવાદ, બોપલ, ઘુમા, ગોધાવી અને શેલાના રહેવાસીઓએ નજીકના ભવિષ્યમાં તેમણે ઉપયોગમાં લીધેલા પાણીના રૂપિયા ચૂકવવા પડશે. આ વિસ્તારોને થોડા વર્ષો પહેલા ૨૪ટ૭ મીટરની પાણી પુરવઠા યોજના હેઠળ લાવવામાં આવ્યા હતા.
ઓક્ટોબર ૭એ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) બોર્ડેની સર્વસંમતિથી “વોટર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પોલિસી પસાર કરાઈ હતી, જે ઘરેલું, કોમર્શિયલ અને સંસ્થાકીય પાણીના જાેડાણો તેમના વપરાશ અનુસાર રૂપિયા ચૂકવશે. આ પોલિસી ઔડાને વોટર મીટર ઈન્સ્ટોલેશન માટે ડિપોઝીટ ચાર્જ કરવાની અને તેના ગ્રાહકોને માસિક પાણી વપરાશ બિલ જારી કરવાની પરવાનગી આપે છે.
આ પોલિસી મુજબ ઔડા દરેક ઘરને કોઈ ચાર્જ વગર પ્રતિ માસ ૨૨,૫૦૦ લીટર પાણી પૂરું પાડશે. જાેકે, ગ્રાહકોએ સામાન્ય વાર્ષિક પાણીની ફીની ચૂકવણી કરવી પડશે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ બીલ સાથે આવશે. એક ઘરમાં પાણીનો માસિક વપરાશ ૨૨,૫૦૦ લીટરથી ૩૦,૦૦૦ લીટર વચ્ચે હશે
તો માલિકે વધુમાં વધુ ૭૫ રૂપિયા ચૂકવવા પડશે, જેમાં ૧૦ રૂપિયે વધારાનું ૧૦૦૦ લીટર પાણી મળશે. જાે એક ઘરનો પાણીનો વપરાશ ૩૦,૦૦૧ લીટરથી ૪૦,૦૦૦ લીટર વચ્ચે હશે તો ઔડા ૧૦૦૦ લીટરે રૂપિયા ૨૦ ચાર્જ કરશે. આજ રીતે વપરાશ ૬૦,૦૦૧ લીટર સુધીનો હશે તો તેમાં દર હજાર લીટરે ૫૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે.
ઔડાના સિનિયર અધિકારી જણાવે છે કે, કોમર્શિયલ સંપત્તિ પ્રમાણે પોલિસી તૈયાર કરાઈ છે જેમાં ઔડા દર ૧૦૦૦ લીટરે રૂપિયા ૨૫થી ૪૦ સુધીનો ચાર્જ પર લીટરે ચૂકવવો પડશે.