Western Times News

Gujarati News

જમાલપુરમાં આરોપીના ઘર પર તંત્રએ તવાઈ બોલાવી

અમઝા બાલમ ખાનના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદ, અમદાવાદના જમાલપુરમાં આરોપીના ઘર પર તંત્રએ તવાઈ બોલાવી છે. જમાલપુરમાં ગુજસીટોકના કુખ્યાત આરોપી અમઝા બાલમ ખાનના ઘરે તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસના ચુસ્ત બંધોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા ઝોન-૩ના અધિકારીઓની હાજરીમાં તંત્રનુ બુલડોઝર આરોપીના ઘર પર ફેરવવામાં આવ્યો છે.

તંત્ર એક્શન મૂડમાં હોય તેમ લાગી રહ્યો છે. ૧૪ સપ્ટેમ્બરેના રોજ ડ્રગ્સ સપ્લાયર અને બુટલેગર અમદાવદાની મહિલા આરોપી આમીનાબાના ઘર પર તવાઈ બોલવવામાં આવી હતી

તેમજ બીજી ઘટના ૫ ઓક્ટોબરની સુરતની છે જ્યાં અલારખા નામના આરોપીનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું તેમજ ત્રીજી ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારની નજરે આવી છે જ્યા આરોપી અમઝા બાલમ ખાનના ઘરે પર તંત્રનું બુડઝોર ફેરવાયું છે.

ડ્રગ્સ સપ્લાયર અને બુટલેગર મહિલા આરોપી આમીનાબાનુની કાયદાકીય ગાળીયો કસ્યો હતો અને તેના ઘર સુધી પોલીસ પહોંચી ગઈ હતી. અમદાવાદમાં કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અમીનાબાનુનું દરિયાપુરની ભંડેરી પોળમાં આવેલું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલરના ત્રણ માળના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું.

નશા યુક્ત પ્રવૃતિ સાથે સંકળાયેલો આરોપી અલારખાના ઉર્ફે સુરતના દાદાના મકાન પર પણ તંત્રનો બુલડોઝરનો સપાટો બોલાવ્યો હતો. અલારખા પાસેથી સુરત પોલીસને ૨૪ સપ્ટેમ્બરના રોજ રૂ.૭.૮૨ લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.