Western Times News

Gujarati News

હિજાબ પર પ્રતિબંધનો કેસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ જશે

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજાેમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર ર્નિણય લઈ શકી નથી. જસ્ટિસ ગુપ્તાએ કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો માન્ય રાખી, હિજાબ ઉપરના પ્રતિબંધ સામેની અપીલ નામંજૂર કરી છે. જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ હાઇકોર્ટનો ચુકાદો રદ્દ કર્યો અને હિજાબ ઉપરનો પ્રતિબંધ અયોગ્ય ઠેરવ્યો છે.

જસ્ટિસ ધુલિયાએ રાજ્ય સરકારનો પ્રતિબંધ મૂકતો ઠરાવ પણ રદ્દ કર્યો છે. ખંડપીઠના બન્ને જજના અલગ અલગ મંત્વ્યથી હવે સમગ્ર મામલો ચીફ જસ્ટિસ સમક્ષ જશે. દેશના ચીફ જસ્ટિસ યોગ્ય ર્નિણય લઈ આ કેસમાં આગળનો માર્ગ નક્કી કરશે. બે સભ્યોની બેન્ચમાં આ મુદ્દે મતભેદો હતા. આવી સ્થિતિમાં હવે આ કેસ ત્રણ જજાેને સોંપવામાં આવ્યો છે. હવે મોટી બેન્ચમાં સર્વસંમતિ અથવા બહુમતીથી જ ર્નિણય લઈ શકાશે.

ગુરુવારે જસ્ટિસ હેમંત ગુપ્તાએ પોતાનો ચુકાદો આપતાં કર્ણાટક સરકાર વતી હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો અને વિરોધીઓની અરજીને ફગાવી દીધી હતી. સાથે જ જસ્ટિસ ધુલિયાએ કર્ણાટક સરકારના હિજાબ પર પ્રતિબંધ લગાવવાના ર્નિણયને ખોટો ગણાવ્યો હતો.

આવી સ્થિતિમાં બે ન્યાયાધીશોના અલગ-અલગ ર્નિણયોને કારણે આ ર્નિણય માન્ય રહેશે નહીં અને હવે અંતિમ ર્નિણય મોટી બેંચ દ્વારા જ લેવામાં આવશે. સ્કૂલ અને કોલેજાેમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ૧૦ દિવસ સુધી સુનાવણી કરી હતી. અને ત્યારબાદ ૨૨ સપ્ટેમ્બરના રોજ ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો.

કર્ણાટક માટે આ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે અને તેના કારણે ધ્રુવીકરણ પણ જાેવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, કર્ણાટક હાઈકોર્ટે અગાઉ હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો અને મુસ્લિમ યુવતીઓની અરજીને ફગાવી દીધી હતી

અને કહ્યું હતું કે હિજાબ ઈસ્લામનો ફરજિયાત ભાગ નથી. ત્યારબાદ હિજાબ પ્રતિબંધનો વિરોધ કરનારાઓએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હિજાબ વિવાદની શરૂઆત ઉડ્ડુપીના એક મહિલા કોલેજથી થઈ હતી. ત્યાં કેટલીક વિદ્યાર્થીનીઓને પ્રિન્સિપલ અને સ્ટાફે હિજાબ પહેરીને ક્લાસમાં જતા રોકી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન શરૂ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.